ISRO Recruitment 2024 : ઈસરોમાં નીકળી બમ્પર ભરતી, સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ISRO Recruitment 2024, ઈસરો ભરતી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો (Indian Space Research Organisation) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.

Written by Ankit Patel
September 18, 2024 11:42 IST
ISRO Recruitment 2024 : ઈસરોમાં નીકળી બમ્પર ભરતી, સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ઈસરો ભરતી - photo - X @isro

ISRO Recruitment 2024, ઈસરો ભરતી: સરકારી નોકરી મેળવવાની તકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો (Indian Space Research Organisation) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.

ઈસરો ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઈસરો ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)
પોસ્ટવિવિધ
જગ્યા103
વયમર્યાદામહત્તમ 35 વર્ષ સુધી
અરજી કરવાની શરુઆતની તારીખ19 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ9 ઓક્ટોબર 2024
વેબસાઈટwww.isro.gov.in – www.hsfc.gov.in

ઈસરો ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મેડિકલ ઓફિસર- SD2
મેડિકલ ઓફિસર – SC1
સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC10
ટેક્નિકલ આસિસ્ટન્ટ28
સાયન્ટીફીક આસિસ્ટન્ટ1
ટેક્નિશિયન-B43
ડ્રાફ્ટમેન-B13
આસિસ્ટન્ટ(રાજભાષા)5
કુલ103

ઈસરો ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • મેડિકલ ઓફિસર (SD) – સંબધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે એમડી અથવા સીજીપએ-સીપીઆઈ 6.5 ગ્રેડ.. વધારે માહિતી માટે ઉમેદાવરોએ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

  • મેડિકલ ઓફિસર (SC) – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી અને બે વર્ષનો અનુભવ

  • સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC – સંબંધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે M.E./M.Tech અથવા સીજીપએ-સીપીઆઈ 6.5 ગ્રેડ.. વધારે માહિતી માટે ઉમેદાવરોએ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

  • ટેક્નિકલ આસિસ્ટન્ટ – સરકાર માન્ય સંસ્થામાં સંબંધિત ફિલ્ડમાં ફસ્ટ ક્લાસ સાથે ડિપ્લોમા ઇન એન્જીનિયરિંગ કરેલું હોવું જોઈએ

  • સાયન્ટીફીક આસિસ્ટન્ટ – સરકાર માન્ય સંસ્થામાંથી બીએસસી ફસ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ.

  • ટેક્નિશિયન-B – SSLC/SSC/મેટ્રીક્યુલેશન + ITI અથવા NCVT માંથી સંબંધી ટ્રેડમાં NTC/NAC

  • ડ્રાફ્ટમેન-B – SSLC/SSC/મેટ્રીક્યુલેશન + ITI અથવા NCVT માંથી સંબંધી ટ્રેડમાં NTC/NAC

  • આસિસ્ટન્ટ(રાજભાષા) – ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે સ્નાતક

ઈસરો ભરતી માટે વય મર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટવયમર્યાદાપે મેટ્રીક્સ લેવલ
મેડિકલ ઓફિસર- SD18-35 વર્ષલેવલ11
મેડિકલ ઓફિસર – SC18-35 વર્ષલેવલ 10
સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC18-30 વર્ષલેવલ 10
ટેક્નિકલ આસિસ્ટન્ટ18-35 વર્ષલેવલ7
સાયન્ટીફીક આસિસ્ટન્ટ18-35 વર્ષલવેલ 7
ટેક્નિશિયન-B18-35 વર્ષલેવલ7
ડ્રાફ્ટમેન-B18-35 વર્ષલેવલ 3
આસિસ્ટન્ટ(રાજભાષા)18-28 વર્ષલેવલ 4

અરજી કેવી રીતે કરવી?

  • ઈસરોએ જાહેર કરેલી ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ www.isro.gov.in અથવા www.hsfc.gov.in વેબસાઈટ ઉપર જઈને અરજી કરવાની રહેશે.
  • અરજી પ્રક્રિયા 19 સપ્ટેમ્બર 2024 સવારે 10 વાગ્યાથી શરુ થશે જે 21 દિવસ એટલે કે 9 ઓક્ટોબર 2024 સુધી ચાલશે

ભરતીની જાહેરાત

ઈસરો ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલી ભરતી જાહેરાત વાંચવી.

આ પણ વાંચોઃ- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી ભરતી જાહેરાત ધ્યાન પૂર્વક વાંચવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ