isro bharti 2025, isro ભરતી 2025 : ISRO માં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સ્વપ્ન છે કારણ કે અહીં કામ કરવાનો અર્થ એ છે કે તમે તમારા દેશને નવા આકાશમાં લઈ જવામાં ભાગ બનો. તમે આ સંસ્થામાં નોકરી પણ મેળવી શકો છો. તાજેતરમાં, ISRO એ LPSC યુનિટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયન જેવી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.
ISRO ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ISRO ભરતી 2025 મહત્વની માહિતી
સંસ્થા ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ISRO) પોસ્ટ વિવિધ જગ્યા 22 વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 ક્યાં અરજી કરવી www.lpsc.gov.in
ISRO ભરતી 2025 પોસ્ટનું નામ
પોસ્ટ જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ) 11 સબ ઓફિસર 1 ટેકનિશિયન (ટર્નર, ફિટર, રેફ્રિજરેટર અને એર કન્ડીશનીંગ મિકેનિક) 6 હેવી વ્હીકલ ડ્રાઈવર A 2 લાઇટ વ્હીકલ ડ્રાઈવર A 2 કુલ 22
ISRO નોકરીઓ લાયકાત
આ નવી ભરતી માટે પોસ્ટ અનુસાર વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે. જેમાં સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા/B.Sc/SSLC, SSC+ITI, NTC, NAC સાથે 10મું પાસ અરજી કરી શકે છે. કેટલીક જગ્યાઓ પર અનુભવ પણ માંગવામાં આવ્યો છે.
વય મર્યાદા
18 થી 35 વર્ષ (26 ઓગસ્ટ 2025). નિયમો મુજબ અનામત શ્રેણીઓ માટે છૂટછાટની જોગવાઈ.
પગાર
રૂપિયા 35,400-1,42,400(પોસ્ટ પર આધાર રાખીને)
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી
સ્થળ
તિરુવનંતપુરમ અને બેંગલુરુ નજીક વાલિયામાલા ખાતે સ્થિત LPSC એકમો માટે ISRO દ્વારા આ ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે.
પોસ્ટિંગ
શરૂઆતમાં ઉમેદવારોને LPSCના કોઈપણ એકમમાં કામ આપવામાં આવશે પરંતુ જો જરૂર પડે તો, ઉમેદવારને ભારતમાં સ્થિત ISROના કોઈપણ કેન્દ્ર/યુનિટ અથવા અવકાશ વિભાગમાં પોસ્ટ કરી શકાય છે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- અરજીઓ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારો ફક્ત ઓનલાઈન ભરતી પોર્ટલ પર 12 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાથી 26 ઓગસ્ટ બપોરે 2 વાગ્યા સુધી અરજી કરી શકે છે.
- અરજી માટે, ઉમેદવારોએ ISROના NCS પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
- જરૂરી વિગતો અહીં Apply Now પર જઈને ભરવાની રહેશે.
- 40 KB સુધી JPG/JPEG ફોર્મેટમાં ફોટોગ્રાફ અપલોડ કરો.
અરજી ફી ચૂકવો
ફોર્મનો પ્રીવ્યૂ તપાસો અને અંતે ફોર્મ સબમિટ કરો.આ ખાલી જગ્યા સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો ISRO ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.





