/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/ISRO-VSSC-Recruitment-2025.jpg)
ISRO VSSC ભરતી 2025 - photo - X @ISRO
ISRO Recruitment 2025, ISRO ભરતી 2025 : સારા પગારવાળી અને સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ઈસરોએ નોકરીના દરવાજા ખોલ્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (ISRO VSSC) એ વિવિધ જગ્યાઓ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
ISRO ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયાકત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.
ISRO Recruitment 2025 | ISRO ભરતી 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 3 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 9-4-2025 |
| ક્યાં અરજી કરવી | https://www.vssc.gov.in/careers.html |
ઈસરો ભરતી માટે પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ફિઝિક્સ) | 1 |
| પ્રાયમરી ટીચર | 1 |
| સબ ઓફિસર | 1 |
| કુલ | 3 |
શૈક્ષણિક લાયકાત
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (ISRO VSSC) ભરતી અંતર્ગત વિવિધ ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટની શૈક્ષણિક લાયાકત વિશે વિગતવાર જાણવા માટે આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ફિઝિક્સ) | ₹47,600–₹1,51,100 |
| પ્રાયમરી ટીચર | ₹35,400–₹1,12,400 |
| સબ ઓફિસર | ₹35,400–₹1,12,400 |
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
કેવી રીતે અરજી કરવી?
ISRO ભરતી 2025: ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (ISRO VSSC) એ વિવિધ જગ્યાઓ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ, vssc.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો 9 એપ્રિલ, 2025 સુધી અરજી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us