Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/itbp-constable-driver-recruitment.jpg)
ITBP Constable Driver Recruitment 2024 : ઇન્ડિયા તિબેટ બોર્ડર પોલીસ ફોર્સે (ITBP) આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે (તસવીર - સોશિયલ મીડિયા)
ITBP Constable Driver Recruitment 2024 : ઇન્ડિયા તિબેટ બોર્ડર પોલીસ ફોર્સે (ITBP) આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના માટે ભારતભરના ઉમેદવારો અરજી કરી શકે છે. આ સરકારી નોકરી 2024 માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઉલ્લેખિત પ્રક્રિયાને અનુસરીને અરજી કરી શકે છે. આ સિવાય અહીં જાણો ભરતીઓની સંખ્યા, શૈક્ષણિક યોગ્યતા, યોગ્યતાના માપદંડ, વયમર્યાદા અને ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી.
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: મહત્વપૂર્ણ તારીખ
| અરજી પ્રારંભ | 08/10/2024 |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 06/11/2024 |
| એપ્લિકેશન ફી ની ચુકવણી | 06/11/2024 |
| એડમિટ કાર્ડ | ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે |
| પરીક્ષાની તારીખ | ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે |
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: અરજી ફી
| શ્રેણી | ફી |
| સામાન્ય/ઓબીસી/ઈડબલ્યુએસ | 100 રૂપિયા |
| SC/ST/ અન્ય | કોઈ ફી નથી |
| તમામ વર્ગની મહિલાઓ | કોઈ ફી નથી |
ઉમેદવારોએ પરીક્ષા ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ ચલણ દ્વારા ચૂકવવાની રહેશે.
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: વય મર્યાદા
| ઉંમર | યોગ્યતા |
| ન્યૂનતમ વય મર્યાદા | 21 વર્ષ |
| મહત્તમ વય મર્યાદા | 27 વર્ષ |
| વય ગણતરી તારીખ | 06/11/2024 ના રોજ કરવામાં આવશે |
| વયમાં છૂટછાટ | સરકારના નિયમો અનુસાર |
આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024: ભરતીની માહિતી
| પોસ્ટ નામ | કુલ પોસ્ટ્સ | યોગ્યતા |
| કોન્સ્ટેબલ ડ્રાઈવર | 545 | ભારતના કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની મેટ્રિકની પરીક્ષા પાસ કરવા સાથે માન્ય ભારે વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ. |
આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024: કેટેગરી પ્રમાણે ભરતી
| પોસ્ટ નામ | જનરલ | ઓબીસી | EWS | એસસી | એસટી | કુલ સંખ્યા |
| કોન્સ્ટેબલ ડ્રાઈવર | 209 | 164 | 55 | 77 | 40 | 545 |
ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: એક્ઝામ પેટર્ન
| પરીક્ષા | પેટર્ન |
| સમયગાળો | 2 કલાક |
| કુલ પ્રશ્નો | 100 |
| કુલ અંક | 100 |
આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024: પરીક્ષા માર્ક્સ
| વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ માર્ક્સ |
| સામાન્ય જ્ઞાન | 10 | 10 |
| ગણિત | 10 | 10 |
| હિંદી | 10 | 10 |
| અંગ્રેજી | 10 | 10 |
| વ્યવસાય સંબંધિત | 60 | 60 |
| કુલ | 100 | 100 |
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: પસંદગી પક્રિયા
- તબક્કો 1 : પીઇટી અને પીએસટી
- તબક્કો2: લેખિત પરીક્ષા
- તબક્કો 3 : ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબક્કો 4: સ્કિલ ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટનો
- તબક્કો 5: મેડિકલ તપાસ
- જોઇનિંગ લેટર
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us