ITBP Constable Recruitment 2022: ધોરણ 10 અને આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પદોની ભરતી બહાર પડી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ itbpolice.nic.in ઉપર મુલાકાત કરવાની રહેશે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલની કુલ 186 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. કોન્સ્ટેબલ પદો માટે ઓનલાઈન અરજી 29 ઓક્ટોબર 2022થી શરુ થશે. ચાલો જાણીએ ભરતી અંગેની વધારે માહિતી.
આઈટીબીપીમાં કોન્સ્ટેબલ ભરતી અંગેની મહત્વની વિગતો
સંસ્થા આઈટીબીપી
કુલ જગ્યા 186
હેડ કોન્સ્ટેબલ – 58 પદ
કોન્સ્ટેબલ – 128 પદ
સંસ્થા | આઈટીબીપી |
કુલ જગ્યા | 186 |
અરજી કરવાની શરુઆતની તારીખ | 29 ઓક્ટોબર 2022 |
અરજી કરાવની છેલ્લી તારીખ | 27 નવેમ્બર 2022 |
વયમર્યાદા | અરજી કરનાર ઉમેદવારોની ઉંમર સીમા 18થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ |
શૈક્ષણિક લાયકાત | ઉમેદવારોએ 10 અને 12 ધોરણ પાસ, આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ |
પગાર | હેડ કોન્સ્ટેબલ- રૂ.25,500થી રૂ.81,100 સુધી કોન્સ્ટેબલ- રૂ.21,700થી રૂ. 69,100 સુધી |
સત્તાવાર વેબસાઈટ | સત્તાવાર વેબસાઈટ જોવા અહીં ક્લિક કરો |
પસંદગી પ્રક્રિયા | કોન્સ્ટેબલ પદો ઉપર પસંદગી માટે ઉમેદવારોને પીઈટી, પીએસટી, લેખિત પરીક્ષા અને મેડિકલ પરીક્ષા જેવા તબક્કામાંતી પસાર થવું પડશે. |
મહતની તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ 29 ઓક્ટોબર 2022
ઓનલાઈન અરજી કરાવની છેલ્લી તારીખઃ 27 નવેમ્બર 2022
વય મર્યાદા કેટલી?
આ પદો ઉપર અરજી કરનાર ઉમેદવારોની ઉંમર સીમા 18થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર સીમમાં છૂટ આપવામાં આવશે. ભરતી બાબતે વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન જોઈ લો..
શું હોવી જોઈએ શૈક્ષણિક યોગ્યતા?
કોન્સ્ટેબલ પદો ઉપર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ 10 અને 12 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અથવા આઈટીઆઈ પાસનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
કેટલો મળશે પગાર?
હેડ કોન્સ્ટેબલ પદો ઉપર પસંદગી પામેલા ઉમેદવારોનો પગાર રૂ.25,500થી રૂ.81,100 સુધી હશે. જ્યારે કોન્સ્ટેબલ પદો ઉપર પસંદ પામેલા ઉમેદવારોને રૂ.21,700થી રૂ. 69,100 સેલરી આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા કેવી હશે?
કોન્સ્ટેબલ પદો ઉપર પસંદગી માટે ઉમેદવારોને પીઈટી, પીએસટી, લેખિત પરીક્ષા અને મેડિકલ પરીક્ષા જેવા તબક્કામાંતી પસાર થવું પડશે. વધારે માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકાય.