/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/ITBP-Recruitment-2024.jpg)
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ભરતી - photo - Social media
ITBP Recruitment 2024, બોર્ડર પોલીસ ભરતી : સરકારી નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે બોર્ડર પોલીસમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ સબ-ઈન્સ્પેક્ટર (SI), હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
બોર્ડર પોલીસ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની શરુઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
બોર્ડર પોલીસ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ
પોસ્ટ વિવિધ
જગ્યા 20
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ 15 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર 2024
ક્યાં અરજી કરવી recruitment.itbpolice.nic.in
બોર્ડર પોલીસ ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા
આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (લેબોરેટરી ટેકનિશિયન) 7
આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (રેડિયોગ્રાફર) 3
મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (OT ટેકનિશિયન) 1
મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (ફિઝિયોથેરાપિસ્ટ) 1
હેડ કોન્સ્ટેબલ (CSR મદદનીશ): 1 પોસ્ટ
કોન્સ્ટેબલ (PEON) 1
કોન્સ્ટેબલ (ટેલિફોન ઓપરેટર/રિસેપ્શનિસ્ટ) 2
કોન્સ્ટેબલ (ડ્રેસર) 3
કોન્સ્ટેબલ (લાઈન્સ કીપર) 1
વય મર્યાદા
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની લઘુત્તમ વય 18/20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પોસ્ટ મુજબ મહત્તમ વય 25/28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉંમરની ગણતરી 26 નવેમ્બર 2024ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નક્કી કરવામાં આવી છે, શૈક્ષણિક લાયકાત વિશે વિગતે જાણકારી મેળવવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી ફી
અરજીની સાથે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. SC, ST, ભૂતપૂર્વ સૈનિકો આ ભરતીમાં જોડાવા માટે મફતમાં અરજી કરી શકે છે. એપ્લિકેશન ફી પેમેન્ટ ગેટવે સિસ્ટમ દ્વારા ચૂકવી શકાય છે.
કેવી રીતે અરજી કરવી
આ ભરતીમાં ભાગ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારો અહીં આપેલા પગલાંને અનુસરીને સરળતાથી ફોર્મ ભરી શકશે.
- ITBP ભરતી 2024 અરજી ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જવું પડશે.
- વેબસાઈટના હોમ પેજ પર તમારે ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવું પડશે
- જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવું પડશે.
- આ પછી લોગિન બટન પર ક્લિક કરો, અન્ય માહિતી ભરો અને ફોર્મ ભરો.
- અંતે ઉમેદવારે સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ અને તેને પોતાની પાસે સુરક્ષિત રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ-રેલવે ભરતી 2024 : ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
નોટિફિકેશન
બોર્ડર પોલીસ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની શરુઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
ઉમેદવારોને સૂચન છે કે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us