જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : જૂનાગઢમાં વર્ગ-2 અને વર્ગ -3 અધિકારી બનવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

JMC Recruitment 2024 : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીફ ફાયર ઓફિસર સહિત વિવિધ જગ્યાઓની બમ્પર ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
October 30, 2024 12:34 IST
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : જૂનાગઢમાં વર્ગ-2 અને વર્ગ -3 અધિકારી બનવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી - Photo - X @mcjunagadh

JMC Recruitment 2024, જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : જૂનાગઢમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારોને ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીફ ફાયર ઓફિસર સહિત વિવિધ જગ્યાઓની બમ્પર ભરતી બહાર પાડી છે. વિવિધ પોસ્ટની 174 જગ્યાઓ ભરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાજૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટચીફ ફાયર ઓફિસર સહિત અન્ય
જગ્યા174
અરજી કરવાની છેલ્લી તારીખ13-11-2024
સત્તાવાર વેબસાઈટjunagadhmunicipal.org

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
ચીફ ફાયર ઓફિસરવર્ગ-21
ડિવિઝનલ ફાયર ઓફિસરવર્ગ-33
સ્ટેશન ફાયર ઓફિસરવર્ગ-313
સબ ફાયર ઓફિસરવર્ગ-313
લીડીંગ ફાયરમેનવર્ગ-312
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર(ફાયર)વર્ગ-349
ફાયરમેનવર્ગ-483
કૂલ174

શૈક્ષણિક લાયકાત

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે સંસ્થાએ ઉમેદવારોએ વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. શૈક્ષણિક લાયકાત માટે વિગતે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ https://apply.registernow.in/JuMC/MultiplePosts/ લિંક ઉપર ક્લિક કરવું.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • જૂનાગઢ મહાનગર પાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://junagadhmunicipal.org/ વેબસાઈટ ઉપર જવું
  • જ્યાં ભરતીનું નોટિફિકેશન દેખાશે તેના ઉપર ક્લિક કરવાની વિવિધ ભરતી અંગેની માહિતી દેખાશે
  • અ પેજ ઉપર જ ઓલાઈન એપ્લિકેશન માટેની લિંક આપવામાં આવી છે જેના પર ક્લિક કરવાથી અરજી ફોર્મ ખુલશે
  • માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરતી, જરૂરી દસ્તાવેજો અને ફી ભરીને ફોર્મ સબમીટ કરવું.
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

નોટિફિકેશન

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે શરતો

  • કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે
  • ઉમેદવારોએ નિયત થયેલી ફી 13.11.2-024 રાત સુધીમાં ઓલાઈન ભરપાઈ કરવાની રહેશે.
  • ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણાશે
  • ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલા ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝીકલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
  • આ ભરતી પ્રક્રિયા બાબતે કમીશ્નર જુનાગઢ મહાનગરપાલિકા જે નિર્ણય કરે તે આખરી અને દરેક ને બંધન કરતા રહેશે.

આ પણ વાંચોઃ- ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં ₹ 40,000થી વધુના પગારવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા સંસ્થાની વેબસાઈટ ઉપર જઈને નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ