/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/JMC-Recruitment-2024.jpg)
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, photo - Social media
JMC Recruitment 2024, JMC bharti notification : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 46 જગ્યાઓ ઉપર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 31 જાન્યુઆરી 2024 સુધીમાં www.junagadhmunicipal.org વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરી શકે છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, મહત્વની વિગતો
| સંસ્થા | જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) |
| પોસ્ટ | વિવિધ |
| કુલ પોસ્ટ | 46 |
| નોકરીનું સ્થળ | જૂનાગઢ |
| અરજી મોડ | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 1-01-2024 |
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, પોસ્ટ વિગતો
| પોસ્ટ | જગ્યા |
| નિરીક્ષક, વર્ગ-III | 03 |
| ડેપ્યુટી એકાઉન્ટન્ટ. વર્ગ-III | 02 |
| નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-III | 03 |
| મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-III | 06 |
| નિરીક્ષક (સિવિલ), વર્ગ-III | 08 |
| વિદ્યુત નિરીક્ષક, વર્ગ-III | 03 |
| ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-III | 02 |
| સેનેટરી ઈન્સ્પેક્ટર - વોર્ડ ઓફિસર, વર્ગ-3 | 16 |
| લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, વર્ગ-III | 03 |
| કુલ | 46 |
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત
લાયકાત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના ધોરણો મુજબ હોવી જોઈએ, વધુ શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, શરતો:
- કોઈ પણ સંજોગોમાં પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. માત્ર ઓનલાઈન અરજી કરો.
- આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અન્ય માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી મેળવવાની રહેશે.
- ઉમેદવારે 31/01/2024 ના રોજ 23-59 કલાક સુધીમાં નિયત ફી ઓનલાઈન ભરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપમેળે નકારી કાઢવામાં આવશે.
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા
- આ ભરતી પ્રક્રિયાના સંબંધમાં પસંદગી સમિતિ દ્વારા જરૂરી માનવામાં આવશે, તો માત્ર મેરિટ-આધારિત શોર્ટ-લિસ્ટેડ ઉમેદવારોને જ પ્રથમ તબક્કે ભૌતિક દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
- SC, ST, SEBC, મહિલા આરક્ષણ, વિકલાંગ, ભૂતપૂર્વ સૈનિકો, E.W.S. વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. અને ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગો માટેની જગ્યાઓ તે શ્રેણીઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે.
- આ ભરતી પ્રક્રિયા અંગે કમિશ્નર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. ફોર્મ ભરવા અંગે ઉમેદવારો માટે હેલ્પલાઇન નં.8929013101
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- અરજી કરવાની શરુઆતની તારીખ 09-01-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us