જામનગર મહાનગરપાલિકા ભરતી : ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ પર નોકરીઓ, અહીં વાંચો A to Z માહિતી

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : January 28, 2025 13:45 IST
જામનગર મહાનગરપાલિકા ભરતી : ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ પર નોકરીઓ, અહીં વાંચો A to Z માહિતી
જામનગર મહાનગરપાલિકા ભરતી, ફાયર વિભાગ - photo - Social media

JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે જામનગરના આંગણે જ બમ્પર નોકરીઓ આપી ગઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર પ્રિવેન્સન વિંગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 જાન્યુઆરી 2025 બપોરથી જ શરૂ થઈ ગઈ છે. જે 17 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

જામનગર મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી

સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
વિભાગફાયર પ્રિવેન્સન વિંગ
પોસ્ટક્લાર્કથી લઈને ડે.ચીફ ફાયર ઓફિસર સુધી
જગ્યા21
વયમર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર1
ડીવીઝનલ ફાયર ઓફિસર2
સ્ટેશન ફાયર ઓફિસર4
એડમિનિસ્ટ્રેટીવ મેનેજર1
લીગલ આસિસ્ટન્ટ1
ફાયર ટેક્નીશીયન8
ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર4
કુલ21

શૈક્ષણિક લાયકાત

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

વય મર્યાદા

ફાયર વિભાગમાં બહાર પડેલી વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ષના ઉમદેવારો માટે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર₹ 53,100 – ₹ 1,67,800
ડીવીઝનલ ફાયર ઓફિસર₹ 44,900 – ₹ 1,42,400
સ્ટેશન ફાયર ઓફિસર₹ 39,900 – ₹ 1,26,600
એડમિનિસ્ટ્રેટીવ મેનેજર₹ 44,900 – ₹ 1,42,400
લીગલ આસિસ્ટન્ટ₹ 39,900 – ₹ 1,26,600
ફાયર ટેક્નીશીયન₹ 19,900 – ₹63,200
ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર₹ 19,900 – ₹63,200

ફી

  • ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
  • સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી 1000 રૂપિયા રહેશે.
  • તમામ મહિલા ઉમેદવાર, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 રૂપિયા ભરવાની રહેશે
  • ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાતની https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ