જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં કાયમી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
JMC Recruitment 2025

જામનગર મહાનગરપાલિકા ભરતી - photo - Social media

JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગર સહિત આસપાસ રહેતા નોકરી શોધતા ઉમેદવારો માટે જામનગરમાં જ કાયમી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયકત ઉમેદવારો પાસેથી જામનગર મહાનગરપાલિકાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.

જામનગર મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
પોસ્ટવિવિધ
જગ્યા85
વય મર્યાદા18થી 35
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ8-4-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, વર્ગ-21
નાયબ કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ), વર્ગ-21
ટેક્સ ઓફિસર (વહિવટ), વર્ગ-11
લીગલ ઓફિસર, વર્ગ-11
પ્રોજેક્ટ ઓફિસર(યુ.સી.ડી), વર્ગ-21
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, વર્ગ-21
જુનિયર એન્જીનીયર(સિવિલ), વર્ગ-215
જુનિયર એન્જીનીયર (ઇલેક્ટ્રીકલ), વર્ગ-21
જુનિયર એન્જીનીયર (મીકેનીકલ), વર્ગ-21
જુનિયર એન્જીનીયર(પર્યાવરણ), વર્ગ-21
ટેક્સ ઓફિસર(ટેક્નીકલ), વર્ગ-21
વેટનરી ઓફિસર(પશુ ડોક્ટર), વર્ગ-23
ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-21
ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર, વર્ગ-31
એકાઉન્ટન્ટ,વર્ગ-34
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-31
જન સંપર્ક અધિકારી, વર્ગ-31
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ટેક્સ(વહિવટ), વર્ગ-31
વેટનરી કમ એનિમલ સુપર વાઈઝર, વર્ગ-34
સિક્યોરીટી ઓફિસર, વર્ગ-31
કેમિસ્ટ,વર્ગ-31
આસી. ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-31
કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર, વર્ગ-38
આસી. ટેક્સ.ઓફિસર, વર્ગ-36
સેફ્ટી ઓફિસર, વર્ગ-36
વોટર વર્કસ ઈન્સ્પક્ટર, વર્ગ-35
દબાણ નિરીક્ષક, વર્ગ-32
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, વર્ગ-32
સ્પોર્ટ્સ મેનેજર, વર્ગ-31
વોટર વર્ક્સ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ-312
જુનિયર ક્લાર્ક(U.C.H.C), વર્ગ-33
કુલ85

શૈક્ષણિક લાયકાત

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્કથી લઈને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સુધીની કુલ 85 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી જરૂરી શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

પગાર ધોરણ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને જે તે પોસ્ટ પ્રમાણે સાતમા પગાર પંચના અલગ અલગ પે મેટ્રીક્સના ધારાધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

મહત્વની તારીખ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારખી 8-4-2025 રાત્રે 23.59 કલાક નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

સામાન્ય કેટેગરીના ઉમદેવારોને અરજી ફી તરીકે 1000 રૂપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા ચૂકવવાની રહેશે.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • JMC Bharti માટે અરજી કરવા ઉમેદવારોએ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
  • ઓનલાઈન અરજી કર્યાની પ્રીન્ટ આઉટ કાઢી લેવી
  • ઉમેદવારો 8-4-2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક ચોક્કસ વાંચવું.

Advertisment
જામનગર નોકરી કરિયર ભરતી સરકારી નોકરી