જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં બે લાખ રૂપિયા સુધીના પગાર વાળી નોકરીઓ, જગ્યાથી લઈને બધી જ માહિતી અહીં વાંચો

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
JMC Recruitment 2025

જામનગર મહાનગરપાલિકા ભરતી - photo - Social media

JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે જામનગરમાં જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી સામૂહિક આરોગ્ય માટે વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

જામનગર મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી

સંસ્થાજામનગર મહાનગરપાલિકા (JMC)
પોસ્ટતબીબી અધિકારી, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન
જગ્યા7
વિભાગહેલ્થ ડિપાર્ટમેન્ટ
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ30 જાન્યુઆરી 2025
ક્યાં અરજી કરવીojas.gujarat.gov.in

જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
તબીબી અધિકારી1
ગાયનેકોલોજીસ્ટ3
પીડીયાટ્રીશીયન3
કુલ7

શૈક્ષણિક લાયકાત

તબીબી અધિકારી વર્ગ-2

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી
  • ઈન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજિયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું
  • નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

ગાયનેકોલોજીસ્ટ

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ડિગ્રી
  • ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી. (ગાયનેકોલોજી) અથવા ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન ગાયનેકોલોજી
  • નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

પીડીયાટ્રીશીયન

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ડિગ્રી
  • ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી. (પીડીયાટ્રીક્સ) અથવા ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન પીડીયાટ્રીક્સ
  • નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

વય મર્યાદા

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત તબીબી અધિકારી વર્ગ-2, ગાયનેકોલોજીસ્ટ અને પીડીયાટ્રીક્સ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
તબીબી અધિકારી₹53,100-₹1,67,800
ગાયનેકોલોજીસ્ટ₹67,700-₹2,08,700
પીડીયાટ્રીશીયન₹67,700-₹2,08,700

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

  • જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • જ્યાં કરન્ટ રિક્રૂટમેન્ટ ઉપર જઈને જામનગર મહાનગરપાલિકાની ભરતી ઉપર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતી અંગે માહિતી આપવામાં આવી છે અને અહીં જેતે પોસ્ટ સામે એપ્લાય નાઉનું બટન હશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય એ પોસ્ટની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરવી અને દસ્તાવેજો સબમિટ કરવી
  • ફાઈનલ સબમિટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી.

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
જામનગર નોકરી કરિયર ભરતી