જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં ₹ 1.42 લાખ સુધી પગારવાળી કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.

Written by Ankit Patel
Updated : March 22, 2025 09:55 IST
જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં ₹ 1.42 લાખ સુધી પગારવાળી કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
જામનગર મહાનગરપાલિકા ભરતી, જુનિયર એન્જીનીયર photo - Social media

JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં રહેતા અને સિવિલ એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2ની 15 જગ્યાઓ ભરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ ધરાવતા અને લાયકત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.

જામનગર મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
પોસ્ટજુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2
જગ્યા15
વય મર્યાદા18થી 35
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ8-4-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત9
અનુ.જાતિ1
અનુ.જન જાતિ2
સા.શૈ.પ.વર્ગ2
આર્થિક નબળા વર્ગ1
કુલ15

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટી – બોર્ડના બેચલર ઓફ એન્જિનિયરિંગ (સિવિલ) અને અનુભવીને પ્રથમ પસંદગી
  • ડિપ્લોમાં ઈન સિવિલ એન્જીનીયરિંગ તથા 5 વર્ષનો અનુભવ
  • સરકારે નક્કી કરેલા કોઈપણ તાલીમ સંસ્થાનું કમ્પ્યુટરના બેઝિક નોલેજનું પ્રમાણપત્ર હોવું જોઈએ

પગાર ધોરણ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગારપંચના પે સ્કેલ પ્રમાણે ₹ 44,900- ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

મહત્વની તારીખ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારખી 8-4-2025 રાત્રે 23.59 કલાક નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

સામાન્ય કેટેગરીના ઉમદેવારોને અરજી ફી તરીકે 1000 રૂપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા ચૂકવવાની રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • JMC Bharti માટે અરજી કરવા ઉમેદવારોએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
  • ઓનલાઈન અરજી કર્યાની પ્રીન્ટ આઉટ કાઢી લેવી
  • ઉમેદવારો 8-4-2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર એન્જીનીયર(સિવિલ),વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક ચોક્કસ વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ