JNV Recruitment 2024, જવાહર નવોદય વિદ્યાલય ભરતી : ગુજરાતમાં રહેતા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગુજરાતની વિવિધ જવાહર નવોદય વિદ્યાલયમાં નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે. અહીં ખાસ વાત એ છે કે આ નોકરી મેળવવા માટે ઉમેદવારોને પરીક્ષા આપવાની જરૂર નથી. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ગુજરાતની વિવિધ વિદ્યાલયો માટે મેટ્રોન પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવા વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
જવાહર નવોદય વિદ્યાલય ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનું સ્થળ, નોકરીનો પ્રકાર, વય મર્યાદા,પસંદગી પ્રક્રિયા, ઇન્ટરવ્યૂ તારીખ, સરનામું સહિતની વિવિધ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
જવાહર નવોદય વિદ્યાલય ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય – અમદાવાદ પોસ્ટ મેટ્રોન જગ્યા 7 નોકરીનો પ્રકાર કરાર આધારિત અરજી પ્રક્રિયા વોક ઈન ઈન્ટરવ્યૂ ઈન્ટરવ્યૂ તારીખ 8 ઓક્ટોબર 2024 ઈન્ટરવ્યૂ સમય સવારે 11 વાગ્યે ઈન્ટરવ્યૂ સ્થળ જવાહર નવોદય વિદ્યાલય, હાથિજણ સર્કલ, લાલગેબી આશ્રમ નજીક, હાથીજણ ગામ, તા. વટવા, જિ. અમદાવાદ
જવાહર નવોદય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો
JNV અમદાવાદ 2 JNV ખેડા 2 JNV મહેસાણા 3
જવાહર નવોદય વિદ્યાલય ભરતી માટે શૈક્ષણિક લાયકાત
જવાહર નવોદય વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી મેટ્રોનની પોસ્ટ માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ.
જવાહર નવોદય વિદ્યાલય ભરતી માટે વય મર્યાદા
આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો વોક ઈન ઈન્ટરવ્યૂ માટે ભાગ લેનાર ઉમેદવારો 35 વર્ષથી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ. પરિણીત મહિલાઓ, વિધાવ તેમજ ડિવોર્સી ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
ભરતી જાહેરાત
વોક ઈન ઇન્ટવ્યૂ સ્થળ અને સમય
પીએમ શ્રી સ્કૂલજવાહર નવોદય વિદ્યાલયહાથીજણ સર્કલ, લાલગેબી આશ્રમ નજીક, હાથીજણ ગામતા. વટવા, જી. અમદાવાદ
- તારીખ – 8 ઓક્ટોબર 2024
- સમય – 11.00 સવારે
આ પણ વાંચોઃ- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સારા પગારની નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
નોંધઃ- વોક ઈન ઈન્ટરવ્યૂમાં ભાગ લેનાર ઉમેદવારોએ આપેલા સમય અને તારીખે હાજર રહેવું અને પોતાની સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રમાણપત્રો અવસ્ય સાથે રાખવી.





