Job Cuts: નોકરી પર લટકતી તલવાર, આ સેક્ટરના કર્મચારીઓ પર સૌથી વધુ છટણીનું જોખમ, વાંચો ખાસ રિપોર્ટ

Jobs Cuts Layoffs: નોકરી કરનાર લોકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. એઆઈ અને ચેટજીપીટી જેવી ટેકનોલોજીથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થવાનું જોખમ છે.

Jobs Cuts Layoffs: નોકરી કરનાર લોકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. એઆઈ અને ચેટજીપીટી જેવી ટેકનોલોજીથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થવાનું જોખમ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
layoffs | job cuts | job layoffs | risk on job | unemployment

પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Jobs Cuts Layoffs: નોકરી કરનાર વ્યક્તિઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. યુએસ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ 2032 સુધીમાં જે નોકરીઓને ખતમ થવાનું સૌથી વધુ જોખમ છે તે તેમાં એવી નોકરીઓનો પણ સમાવેશ થાય છે જેમાં પરંપરાગત કામગીરી શામેલ હોય. જો કે આ આંકડાઓ અમેરિકા વિશે છે, પરંતુ તે સમગ્ર દુનિયા માટે એક ચિંતાજનક સંકેત આપે છે.

Advertisment

કેશિયર

જે નોકરીઓ પર સૌથી વધુ જોખમ હોય છે. તેમાં બેંક વગેરેમાં કેશિયરની પોસ્ટ છે. એક અંદાજ મુજબ 2032 સુધીમાં અમેરિકામાં કેશિયરની 348000 નોકરી ઓછી થઇ જશે.

આસિસ્ટન્ટ

અધિકારીઓ માટે સહાયક તરીકે કામ કરવાની લોકોની જરૂરિયાત ઝડપથી ઘટી રહી છે. તેમની સંખ્યા ઘટીને 235900 થઈ શકે છે. જો કે આમાં લીગલ અને મેડિકલ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ઓફિસ ક્લાર્ક

ઓફિશ ક્લાર્કનું કાર્ય કમ્પ્યુટર્સ અને એઆઈ ટૂલ્સ ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી રહ્યા છે. 2032 સુધીમાં અમેરિકામાં ક્લાર્કની નોકરીઓ ઘટીને 175400 થઈ શકે છે.

Advertisment

કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ

ચેટજીપીટી જેવા ભાષા આધારિત એઆઇ ટૂલ્સ દ્વારા લોકો વધુ સરળતાથી અને તરત જ માહિતી મેળવી લે છે. આવી સ્થિતિમાં, તેમને ફોન પર વધુ રાહ જોવી પડશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે આ સેક્ટરમાં 162000 નોકરીઓ જઈ શકે છે.

એસેમ્બલર

રોબોટ્સે હવે કારના પાર્ટ્સ થી લઈને કાર્ડબોર્ડના કાર્ટન સુધીના એસેમ્બલી વર્કનું સંચાલન કરે છે. આવી સ્થિતિમાં ફેક્ટરીમાં કામ કરતા એસેમ્બલર તરીકે કામ કરતા લોકોની સંખ્યામાં સાડા અગિયાર હજારથી વધુનો ઘટાડો થઈ શકે છે.

એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ક્લાર્ક

એઆઈ ટૂલ્સ એકાઉન્ટિંગનું કામ એટલી સારી રીતે અને ઝડપથી કરી રહ્યા છે કે આવનારા સમયમાં લોકોની જરૂર નહીં પડે. આ જ કારણ છે કે 8 વર્ષમાં તેમની નોકરીમાં 108300 લોકોનો ઘટાડો થવાની શક્યતા છે.

ઓફિસ સેક્રેટરી

અન્ય વહીવટી કામગીરીમાં મદદ માટે એઆઈ અને અન્ય ટેકનિકલ ટૂલ ઝડપથી વ્યક્તિનું સ્થાન લઇ રહ્યા છે. અમેરિકામાં 2032 સુધી તેમની સંખ્યા 160100 સુધી ઘટી શકે છે.

આ પણ વાંચો | ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઇને હસમુખ પટેલે કરી અગત્યની જાહેરાત

ફાસ્ટ ફૂડ કૂક્સ

બર્ગર અને નૂડલ્સ બનાવવા માટે કારીગરોની જરૂરિયાત ઓછી થઈ રહી છે. વર્ષ 2032 સુધીમાં 1 લાખથી વધુ નોકરી ઘટી જશે.

સુપરવાઇઝર

તેવી જ રીતે રિટેલ સ્ટોર્સ 2032 સુધીમાં 1 લાખ કર્મચારીઓની છટણી થઇ શકે છે.

બેંક નોકરી બિઝનેસ નોકરી કરિયર