scorecardresearch

RMC Recruitment 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોક-ઇન-ઇન્ટરવ્યૂ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Rajkot Municipal corporation recruitment : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂતપૂર્વ સૈનિક જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે . લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

Rajkot Municipal corporation recruitment, RMC recruitment
રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી

રાજકોટઃ ગુજરાતમાં રહેતા પૂર્વ સૈનિકો જેઓ નોકરી શોધી રહ્યા છે તો તેમના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી થવા જઇ રહી છે. રાજકો મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂતપૂર્વ સૈનિક જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે . લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંગે મહત્વની માહિતી

  • સંસ્થા નુ નામ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન -RMC
  • કુલ ખાલી
  • જગ્યાઓ : 30
  • પોસ્ટનું નામ : ભૂતપૂર્વ સૈનિક
  • અરજી પ્રક્રિયા : વોક-ઇન-ઇન્ટરવ્યુ
  • જોબ સ્થળ રાજકોટ
  • વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ 29/03/2023
  • સતાવાર વેબસાઇટ : https://www.rmc.gov.in/

ઇન્ટરવ્યુ તારીખ

પૂર્વ સૈનિકો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવા માટે 29/03/2023ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે.

કેવી રીતે અરજી કરવી

આ જગ્યાઓ ઈચ્છતા લાયકાતી ઉમેદવારશ્રીએ નિયત સમય મર્યાદામાં સંપૂર્ણ વિગતો ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન ઓફિસ, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ. ખાતે તા. 29/03/2023 નાં રોજ સોમવાર સવારે 09:00 વાગ્યાથી વોક ઈન ઈન્ટરવ્યૂમાં સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

ઈન્ટરવ્યૂનું સરનામું :

ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન ઓફિસ, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ.

Web Title: Jobs for ex armymen rajkot municipal corporation walk in interview

Best of Express