/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Kadi-Nagarpalika-Recruitment-2024.jpg)
કડી નગરપાલિકા ભરતી - photo credit - kadinagarpalika.in
Kadi Nagarpalika Bharti 2024, Notification : કડી નગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કડી નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસનો ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તથા સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં સને 2023-24ના વર્ષમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો આધાર પુરાવા લઈ અરજી સાથે તારીખ 18-01-2024ના રોજ સવારના 10:00 કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે હાજર રહેવું.
કડી નગરપાલિકામાં બહાર પાડેલી એપ્રેન્ટીસના ભરતી મેળા અંગે શૈક્ષણિક, લાયકાત, વય મર્યાદા સહિતની માહિતી જાણવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ લવાંચવા.
Kadi Nagarpalika Bharti 2024 : કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતી મેળો, મહત્વની માહિતી
| સંસ્થા | કડી નગરપાલિકા |
| પોસ્ટ | એપ્રેન્ટીસ |
| કુલ જગ્યા | 18 |
| વય મર્યાદા | 18 થી 35 વર્ષ |
| ઇન્ટરવ્યૂ તારીખ | 18 જાન્યુઆરી 2024 |
Kadi Nagarpalika Bharti 2024 : કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતી મેળો, પોસ્ટની માહિતી
| ટ્રેડનું નામ | કુલ જગ્યા | લાયકાત |
| સેનેટરી ઇન્સ્પેકટર | 3 | સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ |
| સિવિલ એન્જિનિયર | 2 | ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ |
| ઈલેક્ટ્રીકલ એન્જિનિયર | 1 | ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ |
| કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક | 6 | સ્નાતક, કમ્પ્યુટરના જાણકાર |
| ડ્રાઈવર મિકેનિક | 5 | ધોરણ 10 પાસ તથા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઈટ મોટર વ્હિકલનું લાયસન્સ ધરાવનાર |
| મિકેનિકલ એન્જિનિયર | 1 | ડિપ્લોમા મિકેનિકલ |
Kadi Nagarpalika Bharti 2024 : કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતી મેળો, વય મર્યાદા
કડી નગરપાલિકામાં બહાર પાડેલી એપ્રેન્ટીસના ભરતી મેળા માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે.
Kadi Nagarpalika Bharti 2024 : કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્ટાઇપેન્ડ
સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
આ પણ વાંચોઃ- Railway Recruitment 2024 : ઇન્ડિય રેલવેમાં ભરતી, એપ્રેન્ટિસ માટે કરો અરજી, અહીં વાંચો માહિતી
Kadi Nagarpalika Bharti 2024 : કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતી મેળો, નોટિફિકેશન
કડી નગરપાલિકામાં બહાર પાડેલી એપ્રેન્ટીસના ભરતી મેળા અંગે શૈક્ષણિક, લાયકાત, વય મર્યાદા સહિતની માહિતી જાણવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
Kadi Nagarpalika Bharti 2024 : કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતી મેળો, શરતો
- એપ્રેન્ટીસનો 11 માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
- ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલના એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.
- પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે.
- અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
- સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
- જે તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહિ મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
- ભરતી મેરીટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂરી જણાયે પ્રેક્ટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાની નિર્યણ આખરી રહેશે.
- અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us