kalol Nagarpalika bharti 2025: કલોલ નગરપાલિકામાં બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની બધી માહિતી અહીં વાંચો

kalol Nagarpalika Recruitment 2025: ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

kalol Nagarpalika Recruitment 2025: ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
kalol Municipal Corporation Fire Officer Recruitment 2025 | Eligibility, fee, last date & apply online

કલોલ નગરપાલિકા ભરતી - Photo- Social media

kalol nagarpalika Recruitment 2025: કલોલમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. કલોલ નગરપાલિકા દ્વારા ઓફિસ સુપ્રીટેન્ડથી લઈને ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ વિવિધ પોસ્ટની કુલ 23 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

Advertisment

ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025ની મહત્વની માહિતી

સંસ્થાકલોલ નગરપાલિકા
પોસ્ટઓફિસ સુપ્રીટેન્ડથી લઈને ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ
જગ્યા23
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ20 ડિસેમ્બર 2025
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે
અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવુંhttps://kalolnagarpalika.org/Fire_Bharti_Info.aspx

કલોલ નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ1
મદદનીશ ક્લાર્ક1
ઓડિટર1
ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ1
મદદનીશ મ્યુનિસિપલ ઈજનેર(ડિપ્લોમા સિવિલ)2
મદદનીશ મ્યુનિસિપલ ઈજનેર(ડિપ્લોમા મીકેનીકલ)1
વાયરમેન કમ ઈલેક્ટ્રીશીયન2
વર્ક આસીસ્ટન્ટ1
ફાયર ઈન્સ્પેક્ટર1
ફાયરમેન8
ડ્રાઈવર4
કુલ23
Advertisment

કલોલ નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાત

કલોલ નગરપાલિકાની વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ધોરણ 12 પાસથી લઈને ડિપ્લોમા અને એન્જીનીયરિંગની ડિગ્રી સુધીની લાયકાત માંગી છે. જેથી જેતે પોસ્ટ માટે વિગતે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલી જાહેરાત ધ્યાન પુર્વક વાંચવી.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાના ધારાધારણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

કલોલ નગરપાલિકા ઓફિસ ભરતીનું નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • અરજી કરવા માટે ઉમદેવારોએ પહેલા કલોલ નગરપાલિકાની વેબસાઈટ ઉપર https://kalolnagarpalika.org જવું
  • અહીંથી ભરતીનું ફોર્મ મળશે.

અહીંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો

  • અરજી ફોર્મમાં માંગેલી વિગતો ચોક્કસાઈ પૂર્વક ભરવી
  • જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા પર રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે.
  • અરજી 20-12-2025 સુધી ઓફિસ સમયમાં મળી જાય એવી રીતે મોકલવાની રહેશે.

કલોલ નગરપાલિકા ફાયર વિભાગ ભરતીનું નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી મોકલવાનું સરનામું

ચીફ ઓફિસર, કલોલ નગરપાલિકા, તા.કલોલ, જિલ્લો. ગાંધીનગર

ગુજરાત નોકરી કરિયર ભરતી