Kalupur Bank Recruitment 2025, કાલુપુર બેંક ભરતી: અમદાવાદમાં રહેતા બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની જોરદાર તક આવી ગઈ છે. મલ્ટી સ્ટેટ સ્કેડ્યુઅલ બેંક કાલુપુરુ બેંકે ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) પદ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે બેંકે રસ ધરાવતા ઉમદેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
કાલુપુર બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
કાલુપુર બેંક ભરતીની અગત્યની માહિતી
સંસ્થા કાલુપુર બેંક કો.ઓ.બેંક લિ. પોસ્ટ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પોસ્ટ એક વય મર્યાદા 40થી 45 વર્ષ વચ્ચ એપ્લિકેશન મોડ ઓનલાઈન નોકરી સ્થળ અમદાવાદ અરજી કરવાની છેલ્લી તારીખ ઉલ્લેખ નથી અરજી ક્યાં કરવી https://www.kalupurbank.com/careers/
પોસ્ટની વિગત
કાલુપુર બેંક દ્વારા ચીફ એક્ઝિક્યુટી ઓફિસરની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે બેંક દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે CALLB અથવા ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા ફાઈનાન્સમાં એમબીએ કરેલું હોવું જોઈએ
અનુભવ
ઉમેદવાર પાસે બેંકિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને બેંકના વિવિધ વિભાગો અને આરબીઆઈ ગાઈડલાઈન્સનું પુરતું જ્ઞાન હોવું જરૂરી છે.
વય મર્યાદા
કોલુપુર બેંક ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 40થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પગાર ધોરણ
કાલુપુર બેંક ભરતી અંતર્ગત આ પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાના ધારા ધોરણ આધારે પગાર મળવા પાત્ર રહેશે.
ભરતીની જાહેરાત
અરજી કેવી રીતે કરવી?
- આ પોસ્ટ ઉપર અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ કાલુપુર બેંકની વેબસાઈટ https://www.kalupurbank.com પર જવું
- અહીં careers ઓપ્શનમાં જવું જ્યાં કરન્ટ ઓપનિંગ થશે
- અહીં એક ફોર્મ ખુલશે જ્યાં માહિતી ભરવી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા
- ત્યારબાદ અરજી ફાઈનલ સબમિટ કરવી
આ ઉપરાંત ઉમેદવારો અરજીને આપેલા સરનામા પર મોકલી શકશે
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
સરનામુ
હેડ ઓફિસ, કાલુપુર બેંક ભવન, ઇન્કમટેક્સ સર્કલ નજીક, આશ્રમ રોડ, અમદાવાદ – 380014





