/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kamdhenu-university-recruitment.jpg)
કામધેનુ યુનિવર્સિટી ભરતી - photo - social media
Kamdhenu University bharti 2024, કામધેનુ યુનિવર્સિટી ભરતી : ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં રહેતા ઉમેદવારો માટે ગાંધીનગરમાં નોકરી કરવાની સૂવર્ણ તક આવી ગઈ છે. કામધેનુ યુનિવર્સિટી દ્વારા સંસ્થામાં વિવિધ પદો ઉપર ભરતી બહાર પાડી છે. કામધેનુ યુનિવર્સિટીએ જુનિયર ક્લાર્કથી લઈને કુલસચિવ સુધીની વિવિધ 64 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 25 એપ્રિલ 2024 સુધી https://www.kamdhenuuni.edu.in/ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે.
કામધેનુ યુનિવર્સિટી ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, પોસ્ટ અંગે વિગતો આ ઉપરાંત અરજી કેવી રીતે કરવી સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો એ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
કામધેનુ યુનિવર્સિટી ભરતી અંગેની મહત્વની માહિતી
| સંસ્થા | કામધેનુ યુનિવર્સિટી |
| પોસ્ટ | જુનિયર ક્લાર્ક, પ્રિન્સિપાલ સહિત અન્ય |
| ખાલી જગ્યા | 64 |
| નોકરીનું સ્થળ | ગાંધીનગર |
| એપ્લિકેશન મોડ | ઓલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25 એપ્રિલ 2024 |
| ક્યાં અરજી કરવી | www.kamdhenuuni.edu.in |
કામધેનુ યુનિવર્સિટી ભરતીની પોસ્ટ અંગે વિગતે માહિતી
| પોસ્ટ | ખાલી જગ્યા | વયમર્યાદા |
| કુલસચિવ | 01 | 55 વર્ષથી વધુ નહીં |
| મદદનીશ કુલસિચલ | 03 | 18થી 35 વર્ષ |
| પશુચિકિત્સા અધિકારી (વર્ગ-2) | 16 | 18થી 35 વર્ષ |
| સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટનરી) (વર્ગ-3) | 08 | 18થી 35 વર્ષ |
| સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી) (વર્ગ-3) | 03 | 18થી 35 વર્ષ |
| સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફિશરીઝ) (વર્ગ-3) | 01 | 18થી 35 વર્ષ |
| લાયબ્રેરી આસીસ્ટન્ટ | 04 | 18થી 35 વર્ષ |
| લેબોરેટરી ટેક્નિશનય | 12 | 18થી 35 વર્ષ |
| એક્સરે ટેકનિશ્યન | 02 | 18થી 35 વર્ષ |
| પશુધન નિરિક્ષક | 03 | 18થી 33 વર્ષ |
| જૂનિયર ક્લાર્ક | 11 | 18થી 33 વર્ષ |
કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક અને પગાર ધોરણ
કુલસચિલ
શૈક્ષણિક લાયકાત
- યુજીસી 7.0 પોઇન્ટ સ્કેલમાં બી ગ્રેડમાં ઓછામાં ઓછા 55 ટકા
- વેટેનરીમાં પીએચડી અથવા એલિડ સાયન્સમાં સમકક્ષ અભ્યાસ
- 15 વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસરનો અનુભવ
પગાર ધોરણ
- પે મેટ્રીક્ષ, લેવલ 12 ₹ 78,800-2,09,200
મદદનીશ કુલસિચવ
શૈક્ષણિક લાયકાત
- યુજીસી 7.0 પોઇન્ટ સ્કેલમાં બી ગ્રેડમાં ઓછામાં ઓછા 55 ટકા
- બેચ્લર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા
પગાર ધરોણ
- પે મેટ્રીક્ષ લેવલ -10, ₹ 56,100 - ₹ 1,77,500
પશુચિકિત્સા અધિકારી વર્ગ -2
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે B.V.sc A.H. ડિગ્રીમાં ડેકન્ડ ક્લાસમાં પાસ કરેલી હોવી જોઈએ
- ઉમેદવાર સ્ટેટ વેટેનરી કાઉન્સિલ અથવા વેટેનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય હોવા જોઈએ
પગાર ધોરણ
- પે મેટ્રીક્ષ લેવલ -8, ₹44,900 - ₹1,42,400
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ (વેટેનરી) (વર્ગ-3)
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે B.V.sc A.H. ડિગ્રીમાં ડેકન્ડ ક્લાસમાં પાસ કરેલી હોવી જોઈએ
- ઉમેદવાર સ્ટેટ વેટેનરી કાઉન્સિલ અથવા વેટેનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય હોવા જોઈએ
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹49,600, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ નિયમીત પગાર ધોરણ પે મેન્ટ્રીક્ષ લેવલ -7 મુબજ ₹39,900- ₹ 1,26,600 મળવા પાત્ર હશે
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ (ડેરી) (વર્ગ-3)
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો B.Sc.(D.T), I.D.D. (D.T.), B.Tech. (D.T) ડિગ્રી ફસ્ટક્લાસમાં પાસ કરેલી હોવી જોઈએ
- અથવા ડેરી ફેકલ્ટીની કોઈપણ માસ્ટર ડિગ્રી સેકન્ડ ક્લાસમાં પાસ કરેલી હોવી જોઈએ.
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹49,600, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ નિયમીત પગાર ધોરણ પે મેન્ટ્રીક્ષ લેવલ -7 મુબજ ₹39,900- ₹ 1,26,600 મળવા પાત્ર હશે
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ (ફિશરીઝ) (વર્ગ-3)
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે સંલગ્ન ફેકલ્ટીની બેચલર ડિગ્રી ફસ્ટક્લાસ સાથે પાસ કરેલી હોવી જોઈએ.
- અથવા ઉમેદવારે સંલગ્ન ફેકલ્ટીમાં સેકન્ડ ક્લાસ સાથે માસ્ટર ડિર્ગી પાસ કરેલી હોવી જોઈએ.
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹49,600, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ નિયમીત પગાર ધોરણ પે મેન્ટ્રીક્ષ લેવલ -7 મુબજ ₹39,900- ₹ 1,26,600 મળવા પાત્ર હશે
લાયબ્રેરી આસીસ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે લાયબ્રેરી સાયન્સમાં સ્નાતક ડિગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલી હોવી જોઈએ
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹49,600, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ નિયમીત પગાર ધોરણ પે મેન્ટ્રીક્ષ લેવલ -7 મુબજ ₹39,900- ₹ 1,26,600 મળવા પાત્ર હશે
લેબોરેટરી ટેકનિશયન
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, બાયો કેમેસ્ટ્રી અથવા બાયો ટેક્નોલોજીમાં સેકન્ડ ક્લાસ સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ
આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટીમાં શું ધ્યાન રખાશે? આ ખામીવાળા ઉમેદવારો અયોગ્ય ગણાશે
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹40,800 , પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ - 5 પ્રમાણે ₹29,200 - ₹ 92,300 મળવા પાત્ર રહેશે.
એક્સરે ટેક્નિશનય
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર બીએસસીની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ
- કોઈપણ સરકારી સંસ્થામાં એક્સરે ટેક્નિસિયન તરીકે ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹40,800 , પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ - 5 પ્રમાણે ₹29,200 - ₹ 92,300 મળવા પાત્ર રહેશે.
પશુધન નિરિક્ષક
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો રાજ્ય સરાકર કે કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થામાંથી ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ અંગ્રેજી સાથે કરેલું હોવું જોઈએ
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹26,000, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્ષ, લેવલ 4 પ્રમાણે ₹ 25,500 - 81,100 પગાર મળવા પાત્ર રહેશે.
જૂનિયર ક્લાર્ક
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષા પાર કરેલી હોવી જોઈએ
- અથવા એનિમલ હસબન્ડ્રીનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ
આ પણ વાંચોઃ-Gujarat police bharti : ગુજરાત પોલીસ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ, ઉમેદવારોએ શું શું ધ્યાન રાખવું?
પગાર ધોરણ
- કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹ 26,000, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ - 2 પ્રમાણે ₹19,900 - ₹63,200 મળવા પાત્ર રહેશે.
કામધેનુ યુનિવર્સિટી ભરતી પસંદગી પ્રક્રિયા
કુલસચિવની જગ્યા ઉપર રુબરુ ઈન્ટરવ્યૂ મારફતે ઉમેદવારોની પસંદગી કરાવમાં આવશે
આ ઉપરાંતની જગ્યાઓ માટે લેખીત પરીક્ષા લેવામાં આવશે. જેમાં પાસ થનાર ઉમેદવારો રૂબરુ ઇન્ટરવ્યૂ મારફતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
કામધેનુ યુનિવર્સિટી ભરતીનું નોટિફિકેશન
કામધેનુ યુનિવર્સિટી ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, પોસ્ટ અંગે વિગતો આ ઉપરાંત અરજી કેવી રીતે કરવી સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન અંત સુધી વાંચવુ.
કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે સામાન્ય સુચન
ઓનલાઈન અરજી પત્રક ઉપર નિયત કેલી જગ્યાએ તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો કલ ફોટોગ્રાફ (Only jpg/max 1 mb, dimension : min 100px, max 150 px) અને સહી (Only jpg/max 1 mb, dimension : min 50px, max 150 px) સ્કેન કરી ફાઈલ ઓલાઈન અરજીમાં અવશ્ય અપલોડ કરવાના રહેશે. તેમજ તે જ ફોટાની એક કરતા વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે. જે જરૂર પડ્યે મંગાવવામાં આવશે.
કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ સંસ્થાની https://www.kamdhenuuni.edu.in/ સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને સ્ટેપ બાય સ્ટેપ પગલાં પ્રમાણે અરજી કરવાની રહશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us