/indian-express-gujarati/media/media_files/2026/01/21/kheda-job-2026-01-21-12-47-36.jpg)
ખેડામાં નોકરી Photograph: (freepik)
Khedanagar palika Bharti, ખેડા નગરપાલિકા ભરતી : ખેડા જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે કોઈપણ પરીક્ષા વગર ખેડામાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ખેડા નગરપાલકા દ્વારા સીટી મેનેજરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
ખેડા નગરપાલિકા ભરતી અંતર્ગત સીટી મેજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ગુજરાત ભરતી 2026 ની મહત્વની માહિતી
| સંસ્થા | ખેડા નગરપાલિકા ભરતી |
| પોસ્ટ | સીટી મેનેજર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ | 28-1-2026 |
| ઈન્ટરવ્યુ સ્થળ | સરનામુ નીચે આપેલું છે |
ખેડા નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત અંતર્ગત ખેડા નગરપાલિકામાં 11 માસ કરાર આધારિત સીટી મેનેજર પોસ્ટની એક જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. તારીખ 28-1-2026ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે.
શૈક્ષણિક લાયકા
ખેડા નગરપાલિકા ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો B.E/B.Tech- Environment, B.E/B.tech civil, M.E/M.Tech- Environment, M.E/M.tech civil
ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ
પગાર ધોરણ
ખેડા નગરપાલિકા ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી સીટી મેનેજર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ ₹30,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ-સમય-સ્થળ
યોગ્યતા ધરાવતા ઉમદેવારે ખેડા નગરવાલિકા ખાતે સવારે 10:30થી 11:30 સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ 12 કલાકથી ઈન્ટરવ્યુ શરૂ થશે.
ઈન્ટરવ્યુ સ્થળ
ખેડા નગરપાલિકા ભવન, ખેડા જિલ્લો
- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત
ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું
- ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકર અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવું.
- ભરતી અંગેની શરતો કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us