કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ધોરણ 1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. માતા-પિતા અને વાલીઓ સત્તાવાર વેબસાઇટ kvsonlineadmission.kvs.gov.in પર આવેદન પત્ર ભરી શકો છો. કેવીએસ પસંદગી અને પ્રતીક્ષા વાળા વિદ્યાર્થીઓની પહેલી યાદી 20 એપ્રીલે રજૂ કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા 21 એપ્રિલથી શરુ થશે. જો સીટો ખાલી રહે તો બીજી યાદી 28 એપ્રિલે જાહેર કરવામાં આવશે. જો હજી પણ સીટો ખાલી રહે તો ચાર માર્ચના રોજ ત્રીજી યાદી જાહેર કરવામાં આવશે. પ્રવેશમેળવનાર બાળકોની ઉંમર શૈક્ષણિક વર્ષમાં 31 માર્ચે છ વર્ષ પુરી થયેલી હોવી જોઈએ. જેમાં પ્રવેશ માંગવામાં આવ્યો છે તેની પ્રક્રિયા 17 એપ્રિલે સમાપ્ત થશે.
કેવીએસ ધોરણ 1માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
પોતાના બાળકોને કેવીએસના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા ધરાવતા માતા પિતાએ આ પ્રમાણેના સ્ટેપ ફોલો કરવા..
- kvsonlineadmission.kvs.gov.in પર જવું પડશે.
- રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું
- ત્યારબાદ ફોર્મ ખુલશે.
- ફોર્મમાં બાળકનું નામ, જન્મ તારીખ, ઇમેલ આઇડી, ફોન નંબર વગેરે વિવરણ ભરવું
- ત્યારબાદ રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરવો
- ફી ભરો
- અંતે અરજી પત્ર ડાઉનલોડ કરો
આ પણ વાંચોઃ- Gail Recruitment : ગેઇલ ઇન્ડિયામાં નોકરીની સુવર્ણ તક, 60,000 રૂપિયા સુધી મળશે પગાર
કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં પસંદગી પ્રક્રિયા કેવી છે?
કેન્દ્રીય વિદ્યાલયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકો અને પૂર્વ સૈનિકોના બાળકોને પ્રાથમિક્તા આપવામાં આવશે. આમાં વિદેશી રાષ્ટ્રીય અધિકારીઓના બાળકોનો પણ સમાવેશ થશે તો જે પ્રતિનિયુક્તિ પર આવે છે. અથવા ભારત સરકાર દ્વારા ભારતમાં સ્થાનાંતરીત થાય છે. વિદેશી નાગરિકોના બાળકો જે પોતાના કામ અથવા વ્યક્તિગત કારણોથી ભારત રહે છે. વિદેશી નાગરિકોના બાળકો પર ત્યારે જ વિચાર કરવામાં આવશે જ્યારે પ્રતીક્ષા યાદીમાં ભારતીય નાગરીકોના બાળકો નહીં હોય.
આ પણ વાંચોઃ- SSC Recruitment: MTS, SI, CHSL, CGL માટે પરીક્ષાની તારીખો જાહેર કરાઇ, કઇ તારીખે કઇ પરીક્ષા લેવાશે
કેવીમાં સિંગલ ગર્લ કોટા શું છે?
જો શૈક્ષણિક વર્ષ 30 જૂન પછી સીટો ખાલી છે તો ક્ષેત્રના ઉપાયુક્તની પાસે 31 જુલાઈ સુધી પ્રવેશમાં પ્રાથમિક્તાઓ અનુસાર નિર્ધારિત સંખ્યા સુધી પ્રવેશની મંજૂરી આપવાની શક્તિ છે. અને આમાં સિંગલ ગર્લ કોટાની જોગવાઇ છે.