/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/kvs-vacancy-2025.jpg)
KVS Vacancy 2025: કેન્દ્રીય વિદ્યાલયમાં ટીચિંગ અને નોન ટીચિંગમાં બંપર ભરતી (photo - freepik)
KVS Vacancy 2025: શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહેલા યુવા ઉમેદવારો માટે, પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય (KVS) માં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. કેવીએસમાં પીજીટી, ટીજીટી, પીઆરટી ટીચર અને નોન ટીચિંગ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અરજી પ્રક્રિયા 6 માર્ચે સમાપ્ત થશે. ત્યાં સુધી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરવા માટે સ્કૂલની ઓફિશિયલ વેબસાઇટ pragativihar.kvs.ac.in ની મુલાકાત લેવી.
આ પદો પર થઈ છે ભરતી
કેન્દ્રીય વિદ્યાલયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (પીજીટી)માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, રાજકીય વિજ્ઞાન, ગણિત, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, હિન્દી, અંગ્રેજી, ભૂગોળ, ઇતિહાસ વિષયો માટે ભરતી બહાર પાડી છે.
જ્યારે વિજ્ઞાન, ગણિત, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન વિષયો માટે ઇન્સ્ટ્રક્ટર ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)ની જગ્યાઓ ખાલી છે.
પ્રાથમિક શિક્ષક (પીઆરટી)માં કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર, મ્યુઝિક અને ડાન્સ ઇન્સ્ટ્રક્ટર, યોગ ઇન્સ્ટ્રક્ટર, નર્સ, ડોક્ટર, કાઉન્સેલર, સ્પેશિયલ એજ્યુકેટર આર્ટ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી છે. ખાલી જગ્યાઓની સંખ્યા વિશેની માહિતી સ્કૂલ તરફથી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો - કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સહિત દેશભરમાં આ બેંકમાં નોકરી મેળવવાની તક
કોણ કરી શકે છે અરજી?
- કેવીએસની આ ભરતીમાં, પીજીટી પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની પાત્રતા સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પાસ હોવું જરૂરી છે.
- ટીજીટી માટે, ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને બી.એડ.ની ડિગ્રી પણ હોવી જોઈએ.
- પીઆરટી શિક્ષકો માટે જેબીટી/ડી.એડ./પીટીસી 12માં ધોરણ સાથે હોવું જોઈએ.
- નોન ટીચિંગ પોસ્ટ્સ માટે પણ ખાસ લાયકાત નક્કી કરવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ શાળાની સૂચનાને સારી રીતે વાંચવી જોઈએ.
એપ્લિકેશનને લગતી અન્ય મહત્વપૂર્ણ બાબતો
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ વય 65 વર્ષ છે. ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં. 6 માર્ચ, 2025 ના રોજ સવારે 9 વાગ્યાથી ઇન્ટરવ્યુ લેવામાં આવશે. નોંધણીનો સમય સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે.
ઉમેદવારોએ ભરેલા અરજી ફોર્મ, તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી અને અસલ નકલો સાથે સવારે 8 વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us