/indian-express-gujarati/media/media_files/2026/01/08/vadodara-job-2026-01-08-11-53-06.jpg)
વડોદરામાં નોકરી Photograph: (freepik)
Vadoara Legal advisor Bharti 2026, વડોદરા કાયદા સલાહકાર ભરતી: વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અધીક્ષક ઈજનેરની કચેરી માર્ગ અને મકાન વર્તુળ, વડોદરાની કચેરી ખાતે કાયદા અધિકારીની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજી મગાવી છે.
વડોદરા ભરતી 2026 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
વડોદરા ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | અધીક્ષક ઈજનેર કચેરી, વડોદરા |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| વય મર્યાદા | મહત્તમ 50 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31-1-2026 |
| અરજી મોકલાવનું સરનામું | નીચે આપેલું છે |
કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો
સરકારના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ અન્વયે અધીક્ષક ઈજનેરની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ, વડોદારની કચેરી ખાતે કાયદા અધિકારીની એક જગ્યા ઉપર 11 માસના કરાર આધારીત ધોરણે ઉમેદવાર નિયુક્ત કરવાના હોવાથી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવવામાં આવી છે.
Gujarat bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત
- ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
- CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.
કાયદા સલાહકાર માટે અનુભવ
ઉમેદવાર પાસે ઓછામાં ઓછા પાંચ વર્ષનો પ્રેક્ટીસીંગ એજવોકેટ તરીકનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી નામદાર હાઈકરો્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં/ સરકારના જાહેર સાહસો સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ/ હાઈકોર્ટ/ જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ.
કાયદા અધિકારી ભરતી માટે વય મર્યાદા
કાયદા અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.
લિગલ એડવાઈઝર ભરતી માટે પગાર ધોરણ
કાયદા સલાહકાર ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
- કાયદા સલાહકાર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમદેવારો તમામ પ્રમાણિત દસ્તાવેજો સાથેની અરજીઓ 31-1-2026, સાંજે 4 વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે રજિસ્ટર પોસ્ટ એડી-સ્પીડ પોસ્ટ મારફતે બંધ કરવામાં મોકલવાની રહેશે.
- અરજી ઉપર કાયદા અધિકારીની કરાર આધારિત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા બાબત તેવું લખી અરજીને નીચે આપેલા સરનામા પર મોકલી આપવી.
આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાતની પીડીએફ
અરજી મોકલવાનું સરનામું
અધીક્ષક ઈજનેરની કચેરી
માર્ગ અને મકાન વર્તુળ, વડોદરા
ન્યુ કોઠી બિલ્ડિંગ, વેસ્ટ વીંગ, વડોદરા- 390001


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us