Legal advisor recruitment 2025, job in Gandhinagar, કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગાંધીનગરમાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વિભાગીય વિશ્લેષણ સમિતિ, ગાંધીનગર દ્વારા કાયદા સલાહકારની પોસ્ટ પર ભરતી કરવા જાહેરાત બહાર પાડી છે.. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારને પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
કાયદા સલાહકાર ભરતીની મહત્વની માહિતી
સંસ્થા વિભાગીય વિશ્લેષણ, ગાંધીનગરપોસ્ટ કાયદા સલાહકારજગ્યા 01નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિતવય મર્યાાદ 30થી 45 વર્ષથી ઓછીએપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુવોક ઈન ઈન્ટવ્યુ તારીખ 19 જૂન 2025ઈન્ટરવ્યુ સ્થળ ગાંધીનગર
કાયદા સલાહકાર પોસ્ટની વિગતો
કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરની લીગલ આસીસ્ટન્ટની એક જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયામાં 30થી 45 વર્ષના ઉમેદવારો સામેલ થઈ શકે છે.
લાયકાત અને અનુભવ
- માન્ય યુનિવર્સિટી કાયદાની સ્નાતકની ડિગ્રી (L.L.B)
- ખાનગી, સરકારી કે અર્ધ સરકારી વિભાગોમાં વકિલાતની કામગીરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.
- કમ્પ્યુટરનું જ્ઞાન
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન
વય મર્યાદા અને પગાર ધોરણ
કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. અને આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી આ જગ્યા પર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 60,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.
ભરતી જાહેરાત
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
ઉમેદવારોએ આપેલી અરજી સાથે પ્રમાણીત પ્રમાણપત્રોની નકલ સાથે આપેલી તારીખ અને સમય સાથે સ્થળ ઉપર હાજર રહેવાનું છે.
- ઈન્ટરવ્યુ તારીખઃ- 19 જૂન 2025
- ઈન્ટરવ્યુ સમયઃ- બપોરે 3 વાગ્યે
- ઈન્ટરવ્યુ સ્થળઃ- બ્લોક નં.19- ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા, ભવન, જુના સચિવાલય, ગાંધીનગર- 382010





