/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Legal-Advisor-Recruitment-2025.jpg)
કાયદા સલાહકાર ભરતી, ગાંધીનગરમાં નોકરી - photo - freepik
Legal advisor recruitment 2025, job in Gandhinagar, કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. કમિશનર ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા કાયદા સલાહકારની પોસ્ટ પર ભરતી કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારને પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
કાયદા સલાહકાર ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | કમિશનર,ગ્રામ વિકાસ કચેરી, ગાંધીનગર |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| વય મર્યાાદ | 50 વર્ષથી ઓછી |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર |
| અરજી ક્યાં મોકલવી | નીચે આપેલા સરનામા પર અરજી મોકલવી |
કાયદા સલાહકાર પોસ્ટની વિગતો
કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરની લીગલ આસીસ્ટન્ટની એક જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે. અરજી કરવા માટે મહત્તમ ઉંમર 50 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.
લાયકાત અને અનુભવ
- માન્ય યુનિવર્સિટી કાયદાની સ્નાતકની ડિગ્રી (L.L.B)
- વકિલાતની કામગીરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછા એક વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેકરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના કેસોમાં બચાવની કામગીરીનો એક વર્ષનો અનુભવ
- CCC+ કક્ષાનું કમ્પ્યુટરનું જ્ઞાન
વય મર્યાદા અને પગાર ધોરણ
કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. અને આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી આ જગ્યા પર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 60,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 15 દિવસ સુધીમાં મળે તે રીતે અધિક કમિશનર, કમિશનર, ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નં 16-3 ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના નામે મોકલી આપવાની રહેશે.
- અરજી પત્રક સાથે અધિક કમિશનર, કમિશનર, ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગર ના નામે 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
- ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલ 2025ના રોજ સમાચાર પત્રમાં ભરતીની જાહેરાત આવી છે.
- અરજી પત્રક, જાહેરાત તથા લીગત આસીસ્ટન્ટની જગ્યાની બોલીઓ-શરતો અને કામગીરી વેબસાઈટ ruraldev.gujarat.gov.in પર મુકવામાં આવેલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us