LIC HFL Recruitment 2025: નોકરી શોધી રહેલા કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
LIC HFL ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
LIC HFL Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) પોસ્ટ એપ્રેન્ટિસ જગ્યા 192 વય મર્યાદા 20થી 25 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 ક્યાં અરજી કરવી www.lichousing.com
LIC એપ્રેન્ટિસ ભરતી 2025 પોસ્ટની વિગતો
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે 192 એપ્રેન્ટિસશીપ બેઠકો માટે આ ભરતી ઝુંબેશ શરૂ કરી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ કચેરીઓમાં એપ્રેન્ટિસશીપની ઓન-જોબ તાલીમ આપવામાં આવશે. જેના દ્વારા તમે ડોમેન જ્ઞાન, સોફ્ટ સ્કિલ, વાસ્તવિક કાર્ય અનુભવ જેવા અનુભવ મેળવી શકો છો.
કયા રાજ્યમાં કેટલી જગ્યા?
રાજ્ય જગ્યા આંધ્રપ્રદેશ 14 આસામ 1 બિહાર 1 છત્તિસગઢ 3 દિલ્હી 3 ગુજરાત 5 હરિયાણા 3 જમ્મુ કાશ્મિર 1 કર્ણાટક 28 કેરાલા 6 મધ્ય પ્રદેશ 12 મહારાષ્ટ્રા 25 ઓડિસા 1 પોંડીચેરી 1 પંજાબ 2 રાજસ્થાન 6 સિક્કીમ 2 તમિલનાડુ 27 તેલંગાણા 20 ઉત્તર પ્રદેશ 18 ઉત્તરાખંડ 3 પશ્ચિમ બંગાળ 10 કુલ 192
શું લાયકાત જરૂરી?
આ એપ્રેન્ટિસશીપ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક કરેલ હોવું જોઈએ. આ સિવાય, ઉમેદવારો પાસેથી અન્ય કોઈ પ્રકારનો અનુભવ માંગવામાં આવ્યો નથી. જો તમે પહેલાથી જ ક્યાંક એપ્રેન્ટિસશીપ કરી રહ્યા છો, તો તમે આ માટે લાયક રહેશે નહીં.
કેટલો મળશે પગાર?
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 12000 રૂપિયા સ્ટાઈપન્ડ મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- આ ભરતી માટેની અરજીઓ ફક્ત ઓનલાઈન ફોર્મેટમાં જ સ્વીકારવામાં આવશે.
- આ માટે, ઉમેદવારોએ પહેલા NATS પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- પછી નોંધણી નંબર દ્વારા લોગિન કરો અને LIC સંબંધિત એપ્રેન્ટિસ અરજી વિભાગમાં ફોર્મ ભરો.
- આપેલ બોક્સમાં માંગવામાં આવેલી બધી માહિતી કાળજીપૂર્વક ભરો.
- યોગ્ય કદમાં દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી પણ ચૂકવો.
- છેલ્લે, ફોર્મનું અંતિમ પ્રિન્ટ આઉટ લેવાનું ચૂકશો નહીં.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી ફી
અરજી કરવા માટે, ઉમેદવારોએ સામાન્ય શ્રેણી માટે 944 રૂપિયા, OBC/SC/ST/મહિલા ઉમેદવારો માટે 708 રૂપિયા અને PWD માટે 472 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો LIC હાઉસિંગ ફાઇનાન્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.