ભારતીય જીવનવીમા નિગમમાં નોકરી મેળવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. LICમાં ચીફ ટેકનિકલ ઓફિસર, ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તેમજ સિક્યુરિટી ઓફિસરની ભરતીની અરજી કરવા માટે આવતી કાલ એટલે કે 11 ઓક્ટોબર 2022 છેલ્લી તારીખ છે. ત્યારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના જો તમે LICમાં નોકરી મેળવવા ઇચ્છતાં હોઇ તો ઝડપથી LICની ઓફિશિયલ વેબસાઇટ licindia.inની મુલાકાત લઇ અરજી કરી શકો છો.
આ સિવાય ઉમેદવારો સીધા જ https://licindia.in/ પર ક્લિક કરીને પણ સરળતાથી આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત સત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ ભરતી અંતર્ગત ખાલી જગ્યાઓને ભરવામાં આવશે. ત્યારે આ ભરતી બાબતે કેટલીક મહત્વની માહિતી નીચે દર્શાવવામાં આવી છે.
LIC ભરતી 2022 માટેની મુખ્ય તારીખો
અરજીની પ્રારંભિક તારીખ 10 સપ્ટેમ્બર 2022
અરજીની અંતિમ તારીખ 10 ઓક્ટોબર 2022
LIC ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતવાર માહિતી
ચીફ ટેકનિકલ ઓફિસર-મુંબઇ
ચીફ ઇન્ફોર્મેશન અધિકારી-મુંબઇ
ચીફ સૂચના અને સુરક્ષા અધિકારી
LIC ભરતી માટે લાયકાત
1. ચીફ ટેક્નિકલ ઓફિસર- એન્જીનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા MCA તેમજ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇએ.
2. ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર- વ્યવસાય/ટેક્નોલોજી/કોમ્પ્યુટર સાયન્સ/ડિજિટલ માર્કેટિંગમાં સ્નાતક/માસ્ટર્સ ડિગ્રી અથવા સંબંધિત ક્ષેત્રોના સંયોજન અને 15 વર્ષનો અનુભવ.
3. મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી – પ્રતિષ્ઠિત યુનિથી ગ્રેજ્યુએટ તેમજ ઇન્ફોર્મેશન સેફ્ટી વિશે પ્રમાણપત્ર અથવા એન્જીનીયરની ડિગ્રી ધરાવતો હોવો જોઇએ. આ સાથે આ ક્ષેત્રમાં તેની પાસે 15 વર્ષનો અનુભવ હોવો જોઇએ.