LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર, આ તારીખ સુધી થશે વેરિફિકેશન પ્રક્રિયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

LRD Provisional Merit List : ભરતી બોર્ડ દ્વારા LRD નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરીને સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર મુકવામાં આવ્યું છે. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે

Written by Ashish Goyal
December 02, 2025 16:59 IST
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર, આ તારીખ સુધી થશે વેરિફિકેશન પ્રક્રિયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
LRD Provisional Merit List : રાજ્યમાં LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું

LRD Provisional Merit List : રાજ્યમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરીને ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર મુકવામાં આવ્યું છે. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવાનું રહેશે

મેરિટ લિસ્ટ જાહેર થવાની સાથે જ પસંદગી પામેલા ઉમેદવારો માટે મહત્વની સૂચના પણ જારી કરવામાં આવી છે. મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને Self Declaration Form ઓનલાઈન ભરવાનું રહેશે અને ત્યારબાદ તેની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે.

OTP વેરિફિકેશન બાદ જ પ્રક્રિયા પૂર્ણ ગણાશે

OTP વેરિફિકેશન બાદ જ પ્રક્રિયા પૂર્ણ ગણાશે. માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ થશે નહીં. PDF ફાઈલ અપલોડ કર્યા બાદ ઉમેદવારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTP દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. OTP વેરિફિકેશન બાદ જ આ પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે. ઉમેદવારો 3 ડિસેમ્બર 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી Self Declaration અપલોડ કરી શકશે.

લિસ્ટમાં સમાવેશ થયેલા ઉમેદવારોની માહિતી જોવા અહીં ક્લિક કરો

રાજ્યમાં પોલીસ વિભાગમાં 13,591 જગ્યાઓ પર ભરતી

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે. (અહીં વાંચો સંપૂર્ણ સમાચાર)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ