માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી જ માહિતી

maahi dairy Bharti : માહી દૂધ ઉત્પાદક સંસ્થા દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા કૃત્રિમ બીજદાન કાર્યકર્તાની ભરતી માટે ઉમેદવારો પસંદ કરવા વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

Written by Ankit Patel
October 14, 2024 14:42 IST
માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી જ માહિતી
માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી - photo - Social media

Maahi Milk Producer Company recruitment, માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી : ધોરણ 12 પાસ અને સૌરાષ્ટ્રમાં રહેતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. માહી દૂધ ઉત્પાદક સંસ્થા દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા કૃત્રિમ બીજદાન કાર્યકર્તાની ભરતી માટે ઉમેદવારો પસંદ કરવા વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ, તારીખ અને સમય, ખાસ સૂચનો સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી માટે અગત્યની વિગતો

સંસ્થામાહી દૂધ ઉત્પાદક સંસ્થા
પોસ્ટકૃત્રિમ બીજદાન કાર્યકર્તા
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડવોક ઇન ઈન્ટરવ્યૂ
લાયકાતધો.12 પાસ
વોક ઇન ઈન્ટરવ્યૂ તારીખ22 ઓક્ટોબર 2024
ઇન્ટરવ્યૂ સમયસવારે 10 વાગ્યે
ઈન્ટરવ્યૂ સ્થળમાહી દૂધ ઉત્પાદક સંસ્થા, રાજકોટ

માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થા દ્વારા હાલમાં 250 કરતા વધારે કૃત્રિમ બીજદાન કેન્દ્રો આત્મનિર્ભરતાના મોડેલ અંતર્ગત કાર્યરત છે. કૃત્રિમ બીજદાન સંવાનો વ્યાપ વધે તે હેતુથી સંસ્થા હજી બીજા 150 નવા કૃત્રિમ બીજદાન કેન્દ્રો શરુ કરવા માંગે છે. આ માટે કૃત્રિમ બીજદાન કાર્યકર્તાની ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ 12 પાસ છે. આ ઉપરાંત દરેક ઉમેદવારોએ કૃત્રિમ બજદાનની તાલીમ લીધેલી હોવી જોઈએ જેનું સર્ટિફિકે રજૂ કરવાનું રહેશે.

વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ, તારીખ અને સમય

ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે વોક ઈન ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવું.

  • ઈન્ટરવ્યૂ તારીખ – 22 ઓક્ટોબર 2024
  • ઈન્ટરવ્યૂ સમય – સવારે 10 વાગ્યે
  • ઈન્ટરવ્યૂ સ્થળ – એનિમલ ફીડ એન્ડ ન્યુટ્રિશન યુનિટ, માહી દૂધ ઉત્પાદક સંસ્થા, રાજકોટ-જામનગર હાઈવે, ખંડેરી ક્રિકેટ સ્ટેડિયની બાજુમાં, રાજકોટ

આ પણ વાંચોઃ- અમદાવાદ, મહેસાણા, વડોદારા, અંકલેશ્વર ONGCમાં બમ્પર નોકરીઓ, અહીં વાંચો બધી માહિતી

ભરતીની જાહેરાત

ઉમેદવારો માટે ખાસ નોંધ

દરેક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કૃત્રિમ બીજદાનની તાલીમ લીધેલી હોય તો તેનું સર્ટિફિકેટ, અનુભવના સર્ટિફિકેટ વગેરેની ઓરિજનલ તેમજ ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટો સાથે રાખવા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ