Talati bharti 2025 : મહેસૂલ તલાટી ભરતી માટે કેવી રહેશે પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, અહીં વાંચો બધી માહિતી

mahesul talati Bharti : રાજ્યભરમાં મહેસૂલ તલાટી ભરતી માટે આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન થશે. ત્યારે અહીં જાણીશું કે મહેસૂલ તલાટી માટે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ.

Written by Ankit Patel
May 26, 2025 11:34 IST
Talati bharti 2025 : મહેસૂલ તલાટી ભરતી માટે કેવી રહેશે પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, અહીં વાંચો બધી માહિતી
મહેસૂલ તલાટી ભરતી પરીક્ષા પદ્ધતિ - photo- freepik

Mahesul talati bharti 2025, મહેસૂલ તલાટી ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રાજ્યભરમાં મહેસૂલ તલાટી ભરતી માટે આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન થશે. ત્યારે અહીં જાણીશું કે મહેસૂલ તલાટી માટે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ.

મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પરીક્ષા પદ્ધતિ

મહેસૂલ વિભાગમાં સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર, પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.)

લઘુતમ લાયકી ધોરણ

પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુતમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ 40 ટકા રાખવામાં આવ્યું છે.

પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત)

મહેસૂલ તલાટી ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ કલાકના સમયમાં 200 માર્કનું પેપર લખવાનું રહેશે. 200 માર્ક વિષય પ્રમાણે વિભાજીત કોષ્ટકમાં દર્શાવ્યા છે.

વિષયમાર્કસ
ગુજરાતી20
અંગ્રેજી20
પોલીટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ30
હીસ્ટ્રી, જીયોગ્રાફી, કલ્ચર હેરિટેઝ30
એનવારમેન્ટ, સાયન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી30
કરન્ટ અફેર્સ30
મેત્થ્સ અને રિઝિઓનિંગ40
કુલ200

મુખ્ય પરીક્ષા

  • પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભના જાહેરનામા મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો Appendix-C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે.
  • મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે. જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.

વિષયમાર્ક્સસમય
ગુજરાતી ભાષા સ્કિલ1003 કલાક
અંગ્રેજી ભાષા સ્કિલ1003 કલાક
જનરલ સ્ટડિઝ1503 કલાક
350

ભરતીની વિગતો, અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની સંપૂર્ણ વિગતો અહી PDFમાં જુઓ

અગત્યની સુચનાઓ

  • ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતાં સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજી પત્રક કર્નફોર્મ થયેલી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં.આથે જો ઉમેદવારને અરજીપત્રકની કોઈ વિગતોમાં ફેરફાર કરવો હોય તો તેઓ એ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં સાચી વિગતો અને પુનઃ અરજી કરી કર્નફોર્મ નંબર મેળવી કર્નફોર્મ નંબર માટે નિયત ફી ભરવાની રહેશે.
  • ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે-તે તબક્કે રદ્દ ગણવામાં આવશે.
  • અગત્યની સૂચનાઓ અંગે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- Talati Bharti 2025 | GSSSB મહેસૂલ તલાટી ભરતી જાહેર, ગુજરાતમાં 2389 જગ્યાઓ, અમદાવાદમાં કેટલી જગ્યા?

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • સંલગ્ન ભરતીની લિંક પરક્લિક કરવું
  • ત્યારબાદ વધારે વિગતો જોવા મળશે.
  • એપ્લાય નાઉ પર ક્લિક કરી માંગેલી વિગતો ભરવી
  • ફાઈનલ સબમીટ કરવી અને પ્રીન્ટ કાઢી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ