Mahesul talati Bharti 2025, મહેસૂલ તલાટી ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં મહેસૂલ તલાટીની ભરતી બહાર પડે એની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોની આતૂરતાનો અંત આવી ગયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ લાયક ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
મહેસૂલ તલાટી ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ મહેસૂલ વિભાગ પોસ્ટ મહેસૂલ તલાટી જગ્યા 2389 વયમર્યાદા 20થી 35 વર્ષ વચ્ચે અરજી કરવાની શરુઆતની તારીખ 26-5-2025 અરજી કરવાની છેલ્લી તારીખ 10-6-2025 અરજી ક્યાં કરવી https://ojas.gujarat.gov.in
મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો
જિલ્લો જગ્યા અમદાવાદ 113 અમરેલી 76 અરવલ્લી 74 આણંદ 77 કચ્છ 109 ખેડા 76 ગાંધીનગર 13 ગીર સોમનાથ 48 છોટાઉદેપુર 135 જામનગર 60 જુનાગઢ 52 ડાંગ 43 દાહોદ 85 તાપી 63 દેવભૂમિ દ્વારકા 20 નર્મદા 59 નવસારી 52 પંચમહાલ 94 પાટણ 48 પોરબંદર 36 બનાસકાંઠા 110 બોટાદ 27 ભરૂચ 104 ભાવનગર 84 મહિસાગર 70 મહેસાણા 33 મોરબી 57 રાજકોટ 98 વડોદરા 105 વલસાડ 75 સાબરકાંઠા 81 સુરેન્દ્રનગર 85 સુરત 127 કુલ 2389
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા સરકાર માન્ય સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ
- સ્નાતકની ડિગ્રીના વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે
- કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાતી અને હિન્દ અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી મહેસૂલ તલાટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગોને સરકારી નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન – PDF
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
- અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
- સંલગ્ન ભરતીની લિંક પરક્લિક કરવું
- ત્યારબાદ વધારે વિગતો જોવા મળશે.
- એપ્લાય નાઉ પર ક્લિક કરી માંગેલી વિગતો ભરવી
- ફાઈનલ સબમીટ કરવી અને પ્રીન્ટ કાઢી લેવી.