માણસા નાગરિક સહકારી બેંક ભરતી : સમગ્ર ગુજરાતમાં બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક, અહીં વાંચો બધી જ માહિતી

Mansa Nagarik sahakari bank Recruitment 2025 : માણસા નાગરિક સહકારી બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, લાયકાત, પોસ્ટની વિગતો, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની બધી જ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

Written by Ankit Patel
April 11, 2025 08:30 IST
માણસા નાગરિક સહકારી બેંક ભરતી : સમગ્ર ગુજરાતમાં બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક, અહીં વાંચો બધી જ માહિતી
માણસા નાગરિક સહકારી બેંક ભરતી - photo - Social media

Mansa Nagarik sahakari bank Recruitment, માણસા નાગરિક સહકારી બેંક ભરતી :ગુજરાતમાં રહેતા અને બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમદેવારો માટે ગુજરાતભરમાં બેંકોમાં નોકરી મેળવવાની સોનેરી તક આવી છે. માણસા નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ટ્રેઈની ક્લાર્ક કમ કેશિયર પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

માણસા નાગરિક સહકારી બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, લાયકાત, પોસ્ટની વિગતો, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની બધી જ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

માણસા નાગરિક સહકારી બેંક ભરતીની વિગતો

સંસ્થામાણસા નાગરિક સહકારી બેંક લિમિટેડ
પોસ્ટટ્રેઈની ક્લાર્ક કમ કેશિયર
જગ્યા10
નોકરીનું સ્થળસમગ્ર ગુજરાત
વય મર્યાદા21થી 30 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15-4-2025
ક્યાં અરજી કરવીhttps://www.mnsbl.com/career

માણસા નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો

માણસા નાગરિક સહકારી બેંક દ્વારા ટ્રેઈની ક્લાર્ક કમ કેશિયર પોસ્ટ માટે ગુજરાતભરમાં કુલ 10 જગ્યાઓ ભરવા માટે ઉમદેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 15 એપ્રિલ 2025 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

  • માણસા નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો પાસે યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી બી કોમ કે બી.એસસી. ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ
  • જોકે, એમ કોમ કે એમએસસી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.

વય મર્યાદ અને પગાર ધોરણ

માણસા નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરમાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી લઈને 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને બેંક બોર્ડ દ્વારા એપ્રૂવ પોલિસી પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

માણસા નાગરિક સહકારી બેંક ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારે બેંકની વેબસાઈટ https://www.mnsbl.com પર જવુંઅહીં કરિયર ઓપ્શન પર ક્લિક કરવું. જ્યાં અરજી ફોર્મ ખુલશેઅરજીમાં માંગેલી વિગતો ધ્યાન પૂર્વ ભરો અને ફોર્મ સબમિટ કરોફોર્મ ફાઈનલ સબમિટ કર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ