/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/government-job-bharti.jpg)
સરકારી નોકરી ભરતી - photo- freepik
Top Sarkari Naukri, May 2025, સરકારી ભરતી : સરકારી નોકરીઓની શોધમાં રહેલા ઉમેદવાર માટે મે મહિનો ખજાના સમાન છે. મે મહિનામાં રેલવેથી લઈને આર્મી સુધી, અને બેંકથી લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સુધી તમામ સંસ્થાઓની ભરતીઓ ચાલી રહી છે. જો તમે સરકારી નોકરી મેળવવાની મોટી તક ચૂકવી ન હોય તો. અહીં મે મહિનાની ટોચની 10 ભરતીઓની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. જેની મદદથી તમે આ મહિનાની કઈ ખાલી જગ્યા માટે ફોર્મ હજુ સુધી ભર્યું નથી તે ચકાસી શકો છો. આ બધી ખાલી જગ્યાઓની છેલ્લી તારીખ અલગ અલગ તારીખે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં, ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો.
રેલવે સહાયક લોકો પાયલટ ભરતી 2025
રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ સહાયક લોકો પાયલટની 9970 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જેમાં 10મું પાસ અને માન્ય બોર્ડમાંથી ITI કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. વય મર્યાદા 18 થી 30 વર્ષ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે. આ સમયગાળા દરમિયાન, ઉમેદવારો RRB વેબસાઇટ www.rrbapply.gov.in પર અરજી કરી શકે છે.
ભારતીય સેના ભરતી 2025
ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 141) હેઠળ ભરતીની જાહેરાત કરી છે. ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ પર 30 એપ્રિલથી અરજીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ઉમેદવારો 29 મે સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. ફોર્મ ભરવા માટે કોઈ ફી નથી.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ આસિસ્ટન્ટ મેનેજરની 500 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો બેંકમાં સારી નોકરી કરવા માંગે છે તેઓ આ માટે અરજી કરી શકે છે. અરજીઓ 20 મે 2025 સુધી IBPS ની સત્તાવાર વેબસાઇટ, ibpsonline.ibps.in પર ખુલ્લી રહેશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાલી જગ્યા 2025
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જુનિયર એક્ઝિક્યુટિવના પદ માટે અરજીઓ મંગાવી છે, જેમાં સારો માસિક પગાર આપવામાં આવશે. ઉમેદવારો AAI ની સત્તાવાર વેબસાઇટ www.aai.aero પર છેલ્લી તારીખ 24 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પછી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2300 જગ્યાઓ માટે ભરતી બહાર પડવાની શક્યતા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-3
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2024માં ગૃહ વિભાગના તાબ હેઠળની નિયામક, ન્યાય સહાયક વિજ્ઞત્રાનની કચેરીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ ભરતીમાં 27 માર્ચ 2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલા સુધારા જાહેરાત અન્વયે કેટલાક ઉમદેવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ફરીથી શરુ કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલાયેલા નોટિફિકેશન અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગાના, સા.શૈ. પછાત વર્ગની મહિલા ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. તેઓ તારીખ 23-4-2025 બપોરના બે વાગ્યાથી લઈને 7 મે 2025ના રાત્રીના 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી, સુપરિટેન્ડેન્ટ પોસ્ટ
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરા દ્વારા બિન શિક્ષણ જગ્યાઓની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત સુપરિટેન્ડેન્ટ પોસ્ટની કૂલ 5 જગ્યાઓ ભરવા માટે ઉમદેવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 જૂન 2025 રાખવામાં આવી છે.
પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025
રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની 9000 થી વધુ જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જે ઉમેદવારો પોલીસ યુનિફોર્મ પહેરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. ફોર્મ ભરવા માટેની લિંક રાજસ્થાન SSO પોર્ટલ પર સક્રિય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 મે 2025 છે.
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સ્ટાફ નર્સ ભરતી 2025
બિહારમાં સ્ટાફ નર્સની 11389 જગ્યાઓ પર બમ્પર ભરતી માટે અરજીઓ ખુલી છે. જો તમે નર્સિંગમાં સરકારી નોકરી કરવા માંગતા હો, તો ફોર્મ ભરવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ભરતીમાં, ઉમેદવારો 23 મે 2025 સુધી બિહાર ટેકનિકલ સર્વિસ કમિશન (BTSC) ની સત્તાવાર વેબસાઇટ btsc.bihar.gov.in પર અરજી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us