MDM Kutch Recruitment 2022 : ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા ભરતી ચાલી રહી છે ત્યારે મીડ ડે મીલ કચ્છ દ્વારા પણ ભરતી બહાર પાડવામાં આવી છે. એમડીએમ કચ્છએ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જાહેરાત પ્રમાણે રસ ધરાવતા અને લાયક ઉમેવારો પોતાની અરજી 10 ઓક્ટોબર 2022 સુધીમાં મોકલી શકે છે. નક્કી કરાયેલા ધારા-ધોરણ પ્રમાણે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ કોઈપણ સ્નાતક ડિગ્રી 50 ટકા માર્ક સાથે પાસ કરેલી હોવી જોઈએ.
- સીસીસી પાસ કરેલું હોવું જોઈએ
- ડેટા એન્ટ્રીમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલી પ્રાથમિક્તા આપવામાં આવશે.
- D.T.P. (ડેસ્ટટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ.
- સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- મધ્યાહન ભોજન યોજનામાં કામ કરેલા અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
સંસ્થા એમડીએમ કચ્છ પદ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર પોસ્ટ 01 છેલ્લી તારીખ 10-10-2022 પગાર રૂ.10,000 પ્રતિ માસ વય મર્યાદા 18થી 58 વર્ષ વચ્ચે
વય મર્યાદા
રસ ધરાવતા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.
આ પણ વાંચોઃ- ધોરણ 3 પાસ લોકો માટે સુરેન્દ્રનગર GRDમાં નોકરીની સુવર્ણ તકઃ જગ્યાઓ, લાયકાત સહિતની માહિતી
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ અરજી ફી રાખવામાં આવી નથી.
MDM પગાર
ઉમેદવારોને 10,000 રૂપિયા પગાર પ્રતિ માસ મળશે.
આ પણ વાંચોઃ- ગુજકોસ્ટમાં ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની તક: ઉંમર, પગાર સહિતની વાંચી લો વિગતો
આ ભરતી માટે કેવી રીતે અરજી કરી શકાય?
ભરતી અંગે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં દર્શાવેલા માપદંડો પ્રમાણે લાયક છે તેવા ઉમેદવારોએ ચોક્કસ ફોર્મેટમાં અરજી સાથે તાજા પાસપોર્ટ સાઈઝના ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, જરૂરિયાતના ડોક્યુમેન્ટ આપેલા સરનામા પર મોકલવાના રહેશે.
અરજી મોકલવાનું સરનામું
ડેપ્યુટી કલેક્ટર, એમડીએમ ઓફિસ, કલેક્ટર ઓફિસ, કચ્છ
ખાસ નોંધઃ- અરજી કરતા પહેલા લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, ઉંમર, જોબ પ્રોફાઈ અને અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેર થયેલું નોટિફિકેશન વાંચી લેવું.