MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી, સ્નાતક ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : કોલેજ પાસ સ્નાતક ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કરાર આધારીત ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
March 01, 2024 11:19 IST
MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી, સ્નાતક ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક
મધ્યાહન ભોજન યોજના ગાંધીનગર ભરતી express photo

MDM Recruitment 2024, મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરી અંગે સારા સમાચાર આવી ગયા છે. ગાંધીનગર જિલ્લામાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહમ ભોજન યોજના) હેઠળ 11 માસની કરાર આધારિક જગ્યા ભરવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત પ્રમાણે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ માટે અરજી મંગાવી છે.

મધ્યાહમ ભોજન યોજના હેઠલ નોકરી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ લાયકાત, વય મર્યાદા, અનુભવ, એમ્પ્લોયરનો પ્રકાર, પગાર ધોરણ સહિતની તમામ વિગતો વાંચવા માટે આ આર્ટિકલ અંત સુધી વાંચવો.

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : મહત્વની વિગતો

સંસ્થા – મધ્યાહન ભોજન યોજના ગાંધીનગરપોસ્ટ – જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર,તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરકુલ જગ્યા – 5શૈક્ષણિક લાયકાત – સ્નાતકઅરજી મોડ – રૂબરુ કે પત્રવ્યવહારનોકરીનો પ્રકાર – 11 માસ કરાર આધારિતપગાર – 15,000 ફિક્સ પ્રતિ માહ

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : પોસ્ટ

પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)માં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : શૈક્ષણિક લાતકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર1 – માન્ય યુનિવર્સિટીમાંથી 50 ટકા ગુણાંક સાથે સ્નાતકની પદવી2- સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ3 – માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એની ડિગ્રીવાળાને અગ્રિમતા
તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઇઝરમાન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ- ફૂડ એન્ડ ન્યુટ્રીશન- સાયન્સની ડીગ્રી
શૈક્ષણિક લાતકાત

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : પગાર

મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઇઝરની જગ્યાઓ માટે નિયત ધારાધોરણ પ્રમાણે કરાર આધારિત નોકરી માટે 15000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન આપવામાં આવશે.

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : ફોર્મ કેવી રીતે ભરવું

સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીમાંથી મેળવી શકાશે.

આ પણ વાંચોઃ- GSRTC Bharti 2024 : ગુજરાત એસટી ભરતી, નિવૃત ડ્રાઇવર અને કંડક્ટરની પોસ્ટ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ભરતી : છેલ્લી તારીખ

નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : નોટિફિકેશન

MDM Recruitment 2024 : મધ્યાહન ભોજન ગાંધીનગર ભરતી : મહત્વની સૂચના

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) દ્વારા લેખિત/ઈ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ