Dudhsagar Dairy mehsana bharti 2025, મહેસાણા દૂધસાગર ડેરી ભરતી : મહેસાણા જિલ્લામાં રહેતા અને ડેરીમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક આપી ગઈ છે. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેઈની એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ભરતી અંતર્ગત 15 જગ્યાઓ ભરવા માટે દૂધસાગર ડેરીએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
મહેસાણા દૂધસાગર ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
દૂધસાગર ડેરી, મહેસાણા ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા દૂધસાગર ડેરી, મહેસાણા (મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.) પોસ્ટ જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેઈની એક્ઝિક્યુટિવ જગ્યા 15 વયમર્યાદા મહત્તમ 22-30 વર્ષ ભરતી જાહેરાત તારીખ 13 ઓગસ્ટ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર વેબસાઈટ https://www.dudhsagardairy.coop/ 

દૂધસાગર ડેરી ભરતી મહેસાણા માટે પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા જુનિયર એક્ઝિક્યુટિવ 7 ટ્રેઈનિ એક્ઝિક્યુટિવ 8 કુલ 15 
મહેસાણા દૂધસાગર ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
દૂધસાગર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેઈની એક્ઝિક્યુટિવની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે જરૂરી છે.
જુનિયર એક્ઝિક્યુટીવ
- શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી B.tech (D.T.)ની ડિગ્રી
 - અનુભવ – ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
 
ટ્રેઈની એક્ઝિક્યુટિવ
- શૈક્ષણિક લાયકાત – વર્ષ 2025માં પાસઆઉટ થયેલા B.tech (D.T.) ડિગ્રી ધારક ઉમેદવારો
 
દૂધસાગર ડેરી ભરતી માટે પગાર ધોરણ અને વયમર્યાદા
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.ની આ ભરતી માટે વયમર્યાદા અંગે વાત કરીએ તો નોટિફિકેશન પ્રમાણે રસ ધરાવતા અને લાયક ઉમેદવારની ઉંમર નીચે દર્શાવ્યા પ્રમાણે હોવી જોઈએ.
પોસ્ટ ઉંમર જુનિયર એક્ઝિક્યુટિવ 30 વર્ષ મહત્તમ ટ્રેઈનિ એક્ઝિક્યુટિવ 25 વર્ષ મહત્તમ 
અરજી કેવી રીતે કરવી?
દૂધસાગર ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદાવરોએ ડેરીની સત્તાવાર વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને આપેલા સરનામા પર ભરતી જાહેરા પ્રસિદ્ધ થયાના 15 દિવસની અદંર અરજી મોકલી આપવાની રહેશે.બાયોડેટા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પ્રમાણપત્રોની નકલો સાથે અરજી કરવી.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
સમાચાર પત્રમાં આવેલી ભરતીની જાહેરાત
અરજી મોકલવાનું સરનામું
જનરલ મેનેજર (એચઆર, એડમિન અને કમિશન),મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., હાઈવે રોડ, મહેસાણા – 384002 ગુજરાત
નોંધ: GCMMF અને તેના સિસ્ટર યુનિયનના કર્મચારીઓએ ઇન્ટરવ્યુ સમયે NOC રજૂ કરવું જરૂરી છે.





