કાયદા સલાહકાર ભરતી : મહેસાણામાં પરીક્ષા વગર ₹ 60,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Legal advisor recruitment 2025, કાયદા સલાહકાર ભરતી, મહેસાણા અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : April 14, 2025 12:40 IST
કાયદા સલાહકાર ભરતી : મહેસાણામાં પરીક્ષા વગર ₹ 60,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
કાયદા સલાહકાર ભરતી, મહેસાણામાં નોકરી - photo - freepik

Legal advisor recruitment 2025, Job in Mehsana, કાયદા સલાહકાર ભરતી : મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહેસાણામાં જ સારા પગારની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. મહેસાણા જિલ્લામાં કાયદા સલાહકારની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

કાયદા સલાહકાર ભરતી, મહેસાણા અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

કાયદા સલાહકાર ભરતીની મહત્વની માહિતી

સંસ્થાજિલ્લા કલેક્ટર કચેરી, મહેસાણા
પોસ્ટકાયદા સલાહકાર
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
વય મર્યાાદ50 વર્ષ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ19-4-2025
અરજી ક્યાં મોકલવીનીચે આપેલા સરનામા પર અરજી મોકલવી

કાયદા સલાહકાર પોસ્ટની વિગતો

મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીની લીગલ આસીસ્ટન્ટની એક જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે. અરજી કરવા માટે મહત્તમ ઉંમર 50 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.

લાયકાત અને અનુભવ

  • માન્ય યુનિવર્સિટી કાયદાની સ્નાતકની ડિગ્રી (L.L.B)
  • વકિલાતની કામગીરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછા એક વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેકરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના કેસોમાં બચાવની કામગીરીનો એક વર્ષનો અનુભવ
  • CCC+ કક્ષાનું કમ્પ્યુટરનું જ્ઞાન

વય મર્યાાદ અને પગાર ધોરણ

કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. અને આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી આ જગ્યા પર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 60,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

ભરતી જાહેરાત

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી મોકલી આપવાની રહશે.
  • ઉમેદવારોએ 30 એપ્રિલ 2025 સુધી સવારના 11થી 5 કલાક દરમિયાન અરજી મોકલવાની રહેશે.
  • ઉમેદવારોએ મહેકમ શાખા, જિલ્લા કલેક્ટર કચેરી, મહેસાણાના સરનામા પર અરજી મોકલવાની રહેશે.

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

  • ઉમેદમવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે અધુરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.
  • સંબંધિત ઉમેદવારોને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ