મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણામાં મોભાદાર નોકરીઓ મેળવવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી

Mehsana urban bank recruitment : મહેસાણા અર્બન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અર્બન બેંક મહેસાણા દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Mehsana urban bank recruitment : મહેસાણા અર્બન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અર્બન બેંક મહેસાણા દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
મહેસાણા અર્બન બેંક ભરતી |Mehsana Urban Bank Recruitment 2024

મહેસાણા અર્બન બેંક ભરતી photo - facebook

Mehsana urban bank recruitment, મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણામાં રહેતા અને મોભાદાર નોકરી શોધી રહેલા ઉમેદારો માટે સારા સમાચાર આવી ગયા છે. મહેસાણા અર્બન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અર્બન બેંક મહેસાણા દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે આજે નવરાત્રીના પહેલા દિવસે 3 ઓક્ટોબર 2024થી અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

મહેસાણા અર્બન બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અનુભવ, નોકરીનું સ્થળ, લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

મહેસાણા અર્બન બેંક ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થામહેસાણા અર્બન બેંક
પોસ્ટCEO, GM
જગ્યા3
અરજી ફી₹ 500
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2024
વેબસાઈટhttps://www.mucbank.com/mucb/career

મહેસાણા અર્બન બેંક ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર1
જનરલ મેનેજર (ક્રેડિટ)1
જનરલ મેનેજર (ઓપરેશનલ)1

મહેસાણા અર્બન બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

મહેસાણા અર્બન બેંકે બહાર પાડેલી વિવિધ પોસ્ટની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેવારોએ જેતે પોસ્ટની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનથી વાંચવું.

વય મર્યાદા અને પગાર ધોરણ

મહેસાણા અર્બન બેંકની ભરતી માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 35થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ જ્યારે જનરલ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે હોવી ન જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો સંસ્થાના ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર છે.

અરજી ફી

ભરતી માટે ઓનલાઈન અરજી કરના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.

કેવી રીતે અરજી કરવી?

  • મહેસાણા અર્બન બેંકની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા સંસ્થાની વેબસાઈટ https://www.mucbank.com/mucb/ પર જવું
  • ત્યારબાદ career પર જવું
  • જ્યાં ફોર્મ, ફોટો અપલોડ જેવા ઓપ્શન હશે
  • સ્ટેપ બાય સ્ટેપ જરૂરી માહિતી ભરવી
  • ફાઈનલ ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રીન્ટ જરૂર કાઢી લેવી

આ પણ વાંચોઃ- અમરેલી જિલ્લા પંચાયત ભરતી: કાયદા સલાહકાર બની ₹ 60,000 પગારની નોકરી મેળવો, વાંચો બધી માહિતી

નોટિફિકેશન

મહેસાણા અર્બન બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અનુભવ, નોકરીનું સ્થળ, લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે મહેસાણા અર્બન બેંકની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

Advertisment
મહેસાણા બેંક નોકરી નોકરી કરિયર