મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણા અર્બન બેંકમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Mehsana Urban Bank Recruitment 2024, મહેસાણા અર્બન બેંક ભરતી : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. અહીં મહેસાણા અર્બન કો. ઓપ. બેંક લિ.ની ભરતી અંગેની તમામ મહત્વની માહિતી આપવામાં આવી છે.

Mehsana Urban Bank Recruitment 2024, મહેસાણા અર્બન બેંક ભરતી : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. અહીં મહેસાણા અર્બન કો. ઓપ. બેંક લિ.ની ભરતી અંગેની તમામ મહત્વની માહિતી આપવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
મહેસાણા અર્બન બેંક ભરતી |Mehsana Urban Bank Recruitment 2024

મહેસાણા અર્બન બેંક ભરતી photo - facebook

Mehsana Urban Bank Recruitment 2024, મહેસાણા અર્બન બેંક ભરતી : બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. મહેસાણા અર્બન બેંક દ્વારા આશરે 50 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ 31 જુલાઈ 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહેસાણા અર્બન બેંક ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

મહેસાણા અર્બન બેંક ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થામહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક
પોસ્ટક્લેરિકલ ટ્રેઈની
જગ્યાઆશેર 50
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2024
અરજી ફી₹ 100
નોકરીનું સ્થળમહેસાણા જિલ્લા સિવાય ગમે ત્યાં
વેબસાઈટhttps://www.mucbank.com
નોટિફિકેશન લિંકhttps://www.mucbank.com/mucb/downloads/Clerical_Trainee_Recruitment_Jun_Jul_2024.pdf

મહેસાણા અર્બન બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા જાહેર કરેલી ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારને યુજીસી માન્ય ગુજરાતની યુનિવર્સિટીમાંથી એમકોમ, એમએસસી સાયન્સ, એમસીએ, એબીએ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બંને પૈકી એકમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. આ ઉપરાંત એમએસસી સાયન્સ, એમસીએ, એમબીએના ડાયરેક્ટ કોર્ષમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે.

ઉમેદવારની વય મર્યાદા

મહેસાણા અર્બન બેંક ભરતીની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 1 જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી વધુ અને વધુમાં વધુ 30 વર્ષનો હોવો જોઈએ.

પગાર ધોરણ

પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ વર્ષ માસિક ફીક્સ પગાર 19000 અને બીજા વર્ષે 20,000 રહેશે અને ત્યારબાદ ક્લીકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે જે આશેર 29,100 રૂપિયા જેટલો હશે.

ભરતી માટે લેખિત પરીક્ષા

મહેસાણા અર્બન બેંક ભરતી માટે લેખિત પરીક્ષાની વાત કરીએ તો IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે. ત્યારબાદ ક્વોલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, જસદણ અને ભાવનગરમાં નોકરીની સુવર્ણ તક, અરજી માટે માત્ર આટલા દિવસ બાકી

ઉમેદવારો માટે ખાસ નોંધ

  • ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં
  • આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની દૂરની શાખાઓ માટે ભરવાની છે
  • ઓનલાઈન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે

નોટિફિકેશન

મહેસાણા અર્બન બેંક ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

અરજી કેવી રીતે કરવી

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.mucbank.com/
  • એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • આપેલી જરૂરી માહિતી ભરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ- ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઓનલાઈન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે ₹ 100 નો બેન્કના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ નંગ-2 સાથે ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા, હોડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા - 384002, સરનામે તા.10-08-2024 સુધીમાં મળે તે રીતે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દ્વારા મોકલી આપવાની રહેશે. ઓનલાઈન અરજી કરી પુરતા ડોક્યુમેન્ટ મોકલાવેલ હશે તેઓની અરજી ધ્યાનમાં લેવામાં આવશે. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

Advertisment
બેંક નોકરી ગુજરાત નોકરી કરિયર