મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણામાં તગડા પગાર વાળી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Mehsana Urban bank recruitment: મહેસાણા અર્બન બેંક ભરતી અંતર્ગત ચીફ રિસ્ક ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
February 24, 2025 08:22 IST
મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણામાં તગડા પગાર વાળી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
મહેસાણા અર્બન બેંક ભરતી photo - facebook

Mehsana Urban bank recruitment, મહેસાણા અર્બન બેંક ભરતીઃ બેંકમાં નોકરી શોધી રહેલા અને ખાસ મહેસાણા અને આજુબાજુના જિલ્લાઓમાં રહેતા ઉમેદવારો માટે મહેસાણામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણા અર્બન બેંક દ્વારા ચીફ રીસ્ક ઓફિસર (CRO) માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

મહેસાણા અર્બન બેંક ભરતી અંતર્ગત ચીફ રિસ્ક ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

મહેસાણા અર્બન બેંક ભરતીની મહત્વની માહિતી

સંસ્થામહેસાણા અર્બન કો.ઓ.બેંક લિમિટેડ
પોસ્ટચીફ રિસ્ક ઓફિસર(આસિસ્ટન્ટ જનરલ મેનેજર)
જગ્યા1
વય મર્યાદા55 વર્ષથી વધારે નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ28-2-2025
ક્યાં અરજી કરવીhttps://www.mucbank.com/mucb/career

પોસ્ટની વિગતો

મહેસાણા અર્બન બેંક દ્વારા ચીફ રિસ્ક ઓફિસરની એક પોસ્ટ પર ઉમેદવાર પસંદ કરવા માટે ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઉમદેવરોએ 28-2-2025 રાતના 12 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક / અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
  • સરકારી સંસ્થાઓ/AICTE પ્રોફેશનલ સાથે પ્રીમિયમ સંસ્થાઓ તરફથી નાણાકીય જોખમ સંચાલનમાં પ્રમાણપત્ર જેમ કે (1) ગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક પ્રોફેશનલ્સ [GARP], (2) PRIMA સંસ્થા અથવા તેની સમકક્ષ સંસ્થા તરફથી પ્રમાણપત્ર

અનુભવ

સેડ્યૂલ બેંકમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ સહિત ધિરાણ અને ઓપરેશનલ ક્ષેત્રોમાં ક્રેડિટ અને રિસ્ક ફંક્શનમાં ઓછામાં ઓછા -03- વર્ષ હોવો જોઈએ.

વય મર્યાદા

મહેસાણા અર્બન બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 55 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • મહેસાણા અર્બન બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ પહેલા બેંકની વેબસાઈટ https://www.mucbank.com/ પર જવું
  • અહીં હોમ પેજમાં નીચેના ભાગે career ઓપ્શન આપેલું હશે અહીં ક્લિક કરવાનું રહેશે
  • કરિયરમાં ભરતી અંગેની તમામ વિગતો આપેલી હશે
  • અહીં ઓનલાઈન એપ્લાય ઉપર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
  • ફાઈનલ ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે મહેસાણા અર્બન બેંક ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ