MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડમાં ભરતી, ₹ 1 લાખ સુધીનો પગાર, અહીં વાચો સંપૂર્ણ માહિતી

MGVCL Recruitment 2023, MGVCL bharti, notification, online apply : મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડે કાયદા અધિકારીની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એમજીવીસીએલ 5 જગ્યાઓ પર ભરતી થશે.

MGVCL Recruitment 2023, MGVCL bharti, notification, online apply : મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડે કાયદા અધિકારીની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એમજીવીસીએલ 5 જગ્યાઓ પર ભરતી થશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
MGVCL recruitment | government jobs | josb alerts | career news

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડમાં ભરતી

MGVCL Recruitment 2023, MGVCL bharti, notification, online apply : સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડે કાયદા અધિકારીની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એમજીવીસીએલ 5 જગ્યાઓ પર ભરતી થશે. આ જગ્યાઓને ભરવા માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઉમેદવારો 25 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, મહત્વની વિગતો

સંસ્થામધ્ય ગુજરાત વિજ કંપની (MGVCL)
પોસ્ટકાયદા અધિકારી
જગ્યા05
અરજી કરવાની છેલ્લી તારીખ25-10-2023
લાયકાતએલએલબી 55 ટકા ગુણ સાથે
ક્યાં અરજી કરવીhttps://mgvcl.co.in/onlinereghome/index.php

MGVCL bharti 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, શૈક્ષણિક લાયકાત

આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ એલએલબી ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ. અથવા લોમાં પાંચ વર્ષનો ઇન્ટેગ્રેટેડ કોર્ષ પણ ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ.

MGVCL Jobs 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, નોટિફિકેશન

તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને MGVCL કાયદા અધિકારીની ભરતી માટે નીચે કેવી રીતે અરજી કરવી તે તમામ માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચો..

MGVCL Jobs 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, વયમર્યાદા

ઉમેદવારો માટે ધારા ધોરણ પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. નોટિફિકેશન પ્રમાણ સામાન્ય કેટેગરી માટે 35 વર્ષ એસટી અને એસસી 40 વર્ષ સુધી મયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

કેટેગરીછૂટછાટ
મહિલાઓ5 વર્ષ
દિવ્યાંગો10 વર્ષ
નિવૃત સેના જવાનો10 વર્ષ
GUVNLના નિવૃત કર્મચારીઓ40 વર્ષ સુધી

MGVCL vacancy 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, પગાર

ઉમેદવારોના પગારની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને 45,400થી લઈને 1,01200 સુધી પે સ્કેલ આપવામાં આવશે. આ ઉપરાંત DA, HRA, CLA, મેડિકલ, LTC જે કંપનીના નિયમ પ્રમાણે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-GPSC Recruitment, Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઈ, અહીં વાંચો વિગતે

MGVCL placement 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, અરજી ફી

અરજી ફી અંગે વાત કરીએ તો જનરલ અને એસઈબીસી ઉમેદવારો માટે 500 રૂપિયા અને એસટી ઉમેદવારો માટે 250 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.

MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-AIIMS Rajkot recruitment 2023: AIIMS રાજકોટમાં 131 નોન ફેકલ્ટી પોસ્ટ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://mgvcl.co.in/onlinereghome/index.php દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Advertisment
કરિયર ટીપ્સ નોકરી કરિયર સરકારી નોકરી