MS University Recruitment, એમએસ યુનિવર્સિટી ભરતી: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નોકરી કરવા ઈચ્છા ઉમેદવારો માટે સારી તક આવી ગઈ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા જુનિયર રિસર્ચ ફેલો (JRF) પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે એમએસ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 21 જૂન 2024 છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે.
એમએસ યુનિવર્સિટી ભરતી માટે વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી, પગાર ધોરણ, પોસ્ટની સંખ્યા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોકક્સ વાંચવા.
એમએસ યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS યુનિવર્સિટી) પોસ્ટ જુનિયર રિસર્ચ ફેલો જગ્યા 1 એપ્લિકેશન મોડ ઓનલાઈન, ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2024 નોટિફિકેશન લિંક https://msubaroda.ac.in/NotificationDetails?id=8109
એમએ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જુનિયર રિસર્ચ ફેલો ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવાર બાયોમીસ્ટ્રી, મેડિકલ બાયોટેકનોલોજી, લાઇફ સાયન્સ, બાયોટેક્લનોલોજીમાં એમએસસી કરેલું હોવું જોઈએ અથવા સંબંધીત વિષયમાં ઓછામાં ઓછા 55 ગુણ અથવા CSIR-NET, GATE અથવા સમાન નેશનલ લેવલની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
એમએસ યુનિવર્સિટી ભરતી 2024 માટે પોસ્ટ અને પગાર
એમએસ યુનિવર્સિટી ભરતી અંતર્ગત જુનિયર રિસર્ચ ફેલોની એક જગ્યા ભરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારને 31,000 તેમજ 18 ટકા એચઆરએ પ્રતિ મહિના પગાર આપવામાં આવશે.
નોટિફિકેશન
એમએસ યુનિવર્સિટી ભરતી માટે વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી, પગાર ધોરણ, પોસ્ટની સંખ્યા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
એમએસ યુનિવર્સિટી ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
એમએસ યુનિવર્સિટી ભરતી માટે સંસ્થાએ ઓનલાઈન અને ઓફલાઈન અરજી મંગાવી છે. ઓફ લાઈન અરજી કરવા માટે ઉમેદવારે પોતાનો સીવી, તમામ સર્ટિફિકેટની ફોટોકોપી, અનુભવ સહિતના દસ્તાવેજો એક કરવમાં રાખીને, ડો. રવી વિજયવાર્ગિયા, પ્રિન્સિપલ, ઇન્વેસ્ટિગેટર, ICMR પ્રોજેક્ટ, બાયોમિસ્ટ્રી વિભાગ, વિજ્ઞાન ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા, 390002, ગુજરાતના સરનામા પર 21 જૂન 2024 પહેલા મોકલી આપવું.
આ પણ વાંચો
- અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 : અમદાવાદમાં મહિલાઓ માટે નોકરીની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી
- મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણા અર્બન બેંકમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના સીવી ઉપરાંત જરુરી તમામ દસ્તાવેજોને ravi.vijayvargia-biochem@msubaroda.ac.in ઈમેઈલ એડ્રેસ પર મેઈલ કરવાના રહેશે. અહીં પણ છેલ્લી તારીખ 21 જૂન 2024 રાખવામાં આવી છે.