/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Nabard-recruitment-2023-1.jpg)
નાબાર્ડમાં ભરતી
Nabard Recruitment 2023, nabard bharti, notification, online apply, last date : નોકરી શોધતા યુવાઓ માટે નાબાર્ડમાં નોકરી મેળવવાની છેલ્લી તક છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) માં ગ્રામીણ વિકાસ બેંકિંગ સેવા (RDBS) માં ગ્રેડ 'A' માં સહાયક મેનેજરની પોસ્ટ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જોકે, આ જગ્યાઓ ઉપર અરજી કરવાનો આવતી કાલે શનિવાર એટલે કે 23 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ છે. રસધરાવતા ઉમેદવારોએ નાબાર્ડની વેબસાઈટ www.nabard.org પર ઓનલાઈન અરજી કરી શકે છે.
NABARD Recruitment 2023 |નાબાર્ડ ભરતી, મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ- નાબાર્ડ |
| પોસ્ટ | આસિસ્ટન્ટ મેનેજર |
| કુલ જગ્યા | 150 |
| જોબ કેટેગરી | કેન્દ્ર સરકારી નોકરીઓ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23 સપ્ટેમ્બર 2023 |
| અરજી મોડ | ઓનલાઇન |
| પગાર | ₹ 89150 સુધી |
| ક્યાં અરજી કરવી | https://www.nabard.org |
| વયમર્યાદા | 21 થી 30 વર્ષ |
| અરજી ફી | ₹ 800 - ₹150 |
| લાયકાત | સ્નાતક |
NABARD Recruitment 2023 |નાબાર્ડ ભરતી, શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે સ્નાતકનું પ્રમાણપત્ર / ડિગ્રી હોવી આવશ્યક છે અથવા માન્ય સંસ્થા / બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
NABARD placement 2023 |નાબાર્ડ ભરતી, ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 01-09-2023 ના રોજ 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે, ઉમેદવારનો જન્મ 02-09-1993 પહેલાં થયો ન હોવો જોઈએ અને 01-09-2002 પછીનો નહીં.
NABARD bharti 2023 |નાબાર્ડ ભરતી, પગાર ધોરણ:
₹ 44500-89150
NABARD jobs 2023 |નાબાર્ડ ભરતી,અરજી ફી
- જનરલ, OBC, EWS - ₹ 800
- SC, ST, PWD - ₹ 150
NABARD vacancy 2023 |નાબાર્ડ ભરતી, નોટિફિકેશન
ઉમેદવારો અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
NABARD Recruitment 2023 |નાબાર્ડ ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us