NABARD Recruitment 2024, નાબાર્ડ ભરતી 2024: નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે વધુ એક ભરતીના સમાચાર આવી ગયા છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ ઓફિસ એટેન્ડન્ટ- ગ્રુપ “C” (નાબાર્ડ) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. નાબાર્ડ ભરતી અંતર્ગત 108 જગ્યાઓ ભરવાની છે. આ માટે સંસ્થા દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
નાબાર્ડ ભરતી 2024 માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
નાબાર્ડ ભરતી 2024 માટે અગત્યની માહિતી
સંસ્થા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) પોસ્ટ ઓફિસ એટેન્ડન્ટ – ગ્રુપ સી ખાલી જગ્યા 108 નોકરીનું સ્થળ ભારત વય મર્યાદા 18થી 30 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી ફી ₹ 500 સુધી અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 વેબસાઈટ https://www.nabard.org/
ક્યાં રાજ્યમાં કેટલી જગ્યાઓ
રાજ્ય જગ્યા આંધ્રા પ્રદેશ 2 અરુણાચલ પ્રદેશ 1 બિહાર 3 છત્તિસગઢ 2 ગોવા 2 ગુજરાત 3 હરિયાણા 3 હિમાચાલ પ્રદેશ 2 જમ્મુ કાશ્મીર 2 ઝારખંડ 2 કર્ણાટકા 8 કેરળ 5 મધ્યા પ્રદેશ 5 મહારાષ્ટ્ર 35 મણીપુર 1 મેઘાલય 1 મિઝોરમ 1 નવી દિલ્હી 2 ઓડિસા 5 પંજાબ 2 રાજસ્થાન 3 તમિલનાડુ 5 તેલંગાણા 1 ત્રીપુરા 1 ઉત્તર પ્રદેશ 5 ઉત્તરાખંડ 2 પશ્ચિમ બંગાળ 4
નાબાર્ડ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર જે રાજ્ય/પ્રાદેશિક કાર્યાલય હેઠળ આવે છે તે સંબંધિત રાજ્ય/યુટીમાંથી 10મું ધોરણ (એસ.એસ.સી./મેટ્રિક્યુલેશન) પાસ કરેલ હોવું જોઈએ. આવી લાયકાત માન્ય બોર્ડમાંથી હોવી જોઈએ.
નાબાર્ડ ભરતી 2024 ઉંમર મર્યાદા:
ઉમેદવારની ઉંમર 01/10/2024 ના રોજ 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે, ઉમેદવારનો જન્મ 02/10/1994 કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ અને 01/10/2006 (બંને દિવસો સહિત) પછીનો જન્મ થયો નથી. અરજી કરવા પાત્ર છે.
નાબાર્ડ ભરતી 2024 પગાર ધોરણ
- પસંદ કરાયેલા ઉમેદવારો રૂ.10940/- p.m.નો પ્રારંભિક મૂળ પગાર મેળવશે.
- રૂ.17270-590(4)-19630-690(3)-21700-840(3)-24220-1125(2)-26470-1400(4)-32070-1900(3)-37770 ( 20 વર્ષ) ગ્રુપ ‘C’ માં ઓફિસ એટેન્ડન્ટ્સને લાગુ પડે છે અને તેઓ સમયાંતરે અમલમાં આવતા નિયમો અનુસાર મોંઘવારી ભથ્થું, સ્થાનિક વળતર ભથ્થું, મકાન ભાડા ભથ્થું અને ગ્રેડ ભથ્થું માટે પાત્ર હશે. હાલમાં, પ્રારંભિક માસિક ગ્રોસ ઈમોલ્યુમેન્ટ્સ આશરે રૂ. 35,000/-
અરજી ફી:
કેટેગરી ફી જનરલ, OBC, EWS ₹500 SC, ST, PWD, ESM ₹50
કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
નોટિફિકેશન
મહત્વપૂર્ણ નોંધ અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આ લેખમાં આપેલી અધિકૃત જાહેરાત વાંચો.





