NABARD Recruitment 2024, નાબાર્ડ ભરતી: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) એ નિષ્ણાતની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. સંસ્થાએ આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
નાબાર્ડ ભરતી માટેની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા, એપ્લિકેશન મોડ, કુલ જગ્યાઓ, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
નાબાર્ડ ભરતી માટે અગત્યની માહિતી
સંસ્થા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ પોસ્ટ વિવિધ નિષ્ણાતો જગ્યા 10 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા વિવિધ પગાર પોસ્ટ પ્રમાણે પગાર અરજી કરવાની છેલ્લી તારીખ 5-1-2025 ક્યાં અરજી કરવી www.nabard.org
પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા ETL ડેવલપર 1 ડેટા સાયન્ટિસ્ટ 2 સિનિયર બિઝનેસ એનાલિસ્ટ 1 બિઝનેસ એનાલિસ્ટ 1 UI/UX ડેવલપર 1 સ્પેશિયાલિસ્ટ ડેટા મેનેજમેન્ટ 1 પ્રોજેક્ટ મેનેજર- એપ્લિકેશન મેનેજમેન્ટ 1 વરિષ્ઠ વિશ્લેષક – નેટવર્ક / SDWAN ઓપરેશન્સ 1 વરિષ્ઠ વિશ્લેષક – સાયબર સિક્યોરિટી ઓપરેશન્સ 1
શૈક્ષણિક લાયકાત
નાબાર્ડ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોસ્ટ મુજબ ગ્રેજ્યુએટ/ BE/ B.Tech/ M.Tech/ MCA/ MSW વગેરે કર્યું હોવું જોઈએ. પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
પોસ્ટ વય મર્યાદા ETL ડેવલપર 25થી 40 વર્ષ ડેટા સાયન્ટિસ્ટ 25થી 40 વર્ષ સિનિયર બિઝનેસ એનાલિસ્ટ 25થી 40 વર્ષ બિઝનેસ એનાલિસ્ટ 24થી 35 વર્ષ UI/UX ડેવલપર 25થી 35 વર્ષ સ્પેશિયાલિસ્ટ ડેટા મેનેજમેન્ટ 25થી 40 વર્ષ પ્રોજેક્ટ મેનેજર- એપ્લિકેશન મેનેજમેન્ટ 35થી 55 વર્ષ વરિષ્ઠ વિશ્લેષક – નેટવર્ક / SDWAN ઓપરેશન્સ 35થી 55 વર્ષ વરિષ્ઠ વિશ્લેષક – સાયબર સિક્યોરિટી ઓપરેશન્સ 35થી 55 વર્ષ
પસંદગી કેવી રીતે થશે?
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લેવો પડશે. અનુભવ, શૈક્ષણિક લાયકાત વગેરેના આધારે ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
પગાર ધોરણ
પોસ્ટ પગાર (વાર્ષિક) ETL ડેવલપર ₹12થી 18 લાખ ડેટા સાયન્ટિસ્ટ ₹18થી 24 લાખ સિનિયર બિઝનેસ એનાલિસ્ટ ₹12થી 15 લાખ બિઝનેસ એનાલિસ્ટ ₹06થી 09 લાખ UI/UX ડેવલપર ₹12થી 18 લાખ સ્પેશિયાલિસ્ટ ડેટા મેનેજમેન્ટ ₹12થી 15 લાખ પ્રોજેક્ટ મેનેજર- એપ્લિકેશન મેનેજમેન્ટ ₹ 36 લાખ વરિષ્ઠ વિશ્લેષક – નેટવર્ક / SDWAN ઓપરેશન્સ ₹ 30 લાખ વરિષ્ઠ વિશ્લેષક – સાયબર સિક્યોરિટી ઓપરેશન્સ ₹ 30 લાખ
કેવી રીતે અરજી કરવી
- આ ભરતી માટે અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ www.nabard.org ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમ પેજ પર કેરિયર બટન પર ક્લિક કરો અને આગળના પેજ પર ભરતી સંબંધિત અરજી લિંક પર ક્લિક કરો.
- હવે તમે Click here for New Registration પર ક્લિક કરીને નોંધણી કરો.
- આ પછી અન્ય માહિતી સાથે સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- છેલ્લે, નિયત અરજી ફી જમા કરો અને સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રાખો.
ભરતી નોટિફિકેશન
ઉમેદાવરને ખાસ સૂચન છે કે આ ભરતી માટે પાત્રતા પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.nabard.org ની મુલાકાત લઈને અથવા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.





