Nadiad Municipal Corporation Recruitment 2025, નડિઆદ મહાનગરપાલિકા ભરતી 2025 : નડિઆદ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. નડિઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરા આપી છે. કુલ 3 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે.
નડિઆદ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા નડિઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ સીટી મેનેજર, સિવિલ એન્જીનિયર, સોશીયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ જગ્યા 3 વય મર્યાદા વિવિધ નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ ઈન્ટરવ્યુ તારીખ 19-9-2025 ઈન્ટરવ્યુ સ્થળ નડિઆદ
નડિયાદ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
સ્વચ્છ ભારત મિશન – અર્બન તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત અંતર્ગત નડીયાદ મહાનગરપાલિકામાં 11 માસ કરાર આધારિત જગ્યાઓ માટે 19-9-2025ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. પોસ્ટ અને જગ્યાની વિગતો નીચે આપેલી છે.
પોસ્ટ જગ્યા સીટી મેનેજર(SWM) 1 સિવિલ એન્જીનિયર-આવાસ યોજના 1 સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ 1 કુલ 3
શૈક્ષણિક લાયકાત
સીટી મેનેજર- SWM
- B.E./B.Tech- પર્યાવરણ
- B.E./B.Tech- સિવિલ
- M.E./M.Tech- પર્યાવરણ
- M.E./M.Tech- સિવિલ
સિવિલ એન્જીનિયર – આવાસ યોજના
- B.E./B.Tech- સિવિલ
- M.E./M.Tech- સિવિલ
- અનુભવ- પોસ્ટ ગ્રેજ્યુએશન પછી 5 વર્ષનો અનુભવ, ગ્રેજ્યુએશન પછી 3 વર્ષનો અનુભવ
સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ
- સોશિયલ સાયન્સ, એન્થ્રોટોલોજી, સાયકોલોજી, સોશિયલ વર્ક, કમ્યુનિટિ ડેવલોપમેન્ટ, પબ્લિક પોલિસી સહિતના વિષયોમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન.
- અનુભવ- પોસ્ટ ગ્રેજ્યુએશન પછી 5 વર્ષનો અનુભવ, ગ્રેજ્યુએશન પછી 3 વર્ષનો અનુભવ
પગાર ધોરણ (પ્રતિ માસ ફિક્સ)
પોસ્ટ પગાર (ગ્રેજ્યુએટ માટે) પગાર (પોસ્ટ ગ્રેજ્યુએટ માટે) સીટી મેનેજર(SWM) ₹30,000 ₹30,000 સિવિલ એન્જીનિયર-આવાસ યોજના ₹35,000 ₹40,000 સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ ₹35,000 ₹40,000
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ
નડિયાદ મહાનગરપાલિકા ભરતી માટે ભાગ લેવા ઈચ્છા ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવું.
- તારીખ – 19-9-2025
- સમય – 10.30થી 11.30 સુધી રૂબરુ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- 12 વાગ્યાથી ઈન્ટરવ્યૂ શરુ થશે
- સ્થળ- નડિઆદ મહાનગરપાલિકા ઓફિસ.





