મેડિકલ પ્રોફેશનલ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતમાં નોકરીની ઉત્તમ તક, 60000 સુધી પગાર

National Health Mission Job 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાતમાં મેડિકલ ઓફિસર સહિત વિવિધ મેડિકલ અને બિન મેડિકલ પોસ્ટ પર મોટા પ્રમાણમાં ભરતી કરવાની છે.

National Health Mission Job 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાતમાં મેડિકલ ઓફિસર સહિત વિવિધ મેડિકલ અને બિન મેડિકલ પોસ્ટ પર મોટા પ્રમાણમાં ભરતી કરવાની છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
national health mission job 2024 | medical officer job | employment news | jobs news in gujarati | career news

નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતમાં મેડિકલ અને બિન મેડિકલ પોસ્ટ પર ભરતી કરવાની છે. (Photo - ieGujarati)

National Health Mission Job 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાતમાં મેડિકલ ફિલ્ડના ઉમેદવારો માટે નોકરી મેળવવાની એક ઉત્તમ તક આવી છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશયન, સ્ટાફ નર્સ, પારા મેડિકલ વર્ક જેવા મેડિકલ ફિલ્ડ સહિત ઉપરાંત બિન મેડિકલ ફિલ્ડના ઘણા બધા પદો ઉપર ભરતી કરવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉપરોક્ત નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ અને 13 માર્ચ, 2024 છે.

Advertisment

શૈક્ષણિક લાયકાત

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાતમાં ગાંધીનગર, સુરેન્દ્ર નગર, સુરત, બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મેડિકલ અને બિન મેડિકલ પદો પર મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી કરવાની છે. આ નોકરી માટે વિવિધ પદ અનુસા મેડિકલ ક્ષેત્રની ડિગ્રી લાયકાત, એમબીબીએસ, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સમકક્ષ સંસ્થાની ડિગ્રી, ફાર્મસીમાં ડિપ્લોમા કે તેની સમકક્ષ ડિગ્રી અને સંબંધિત પદ માટે અનુભવ માંગ્યો છે.

તો બિન મેડિકલ પદ જેવા કે એકાઉન્ટન્ટ - ડેટા આસિસ્ટન્ટ માટે બીકોમ, એમકોમની ડિગ્રી સાથે એમએસ ઓફિસ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉમેદવારને ગુજરાત અને અંગ્રેજી લખતા, વાંચતા અને વાંચતા આવડવું જોઇએ.

અરજી કરનાર ઉમેદવાર એક વાતનું ખાસ ધ્યાન રાખે કે આ પદ માટે 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ પગાર પર ભરતી કરવામાં આવશે.

Advertisment

નેશનલ હેલ્થ મિશન જોબનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

અરજી કરવા માટે માત્ર બે દિવસ

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાતમાં અમુક પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ અને અમુકમાં 13 માર્ચ, 2024 છે. તેથી ઉમેદવારે તેમની શૈક્ષણિક લાયકતા અનુસાર જે - તે પદ માટે અરજી કરવામાં ઉતાવળ રાખવી પડશે. ઉમેદવારે છેલ્લી તારીખે સાંજે 6 વાગે સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો | પીએસઆઈની ભરતીના નિયમો બદલાયા, હવે ત્રણને બદલે બે જ પરીક્ષા લેવાશે

60,000 સુધી પગાર મળશે

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાતમાં વિવિધ પદો પર નવી ભરતી કરવામાં આવી રહી છે. આ નોકરી માટે પસંદગી પામનાર ઉમેદવારોને તેમની પોસ્ટ અનુસાર પગાર મળશે. વિવિધ પદ માટે 12000થી 60,000 સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે.

નોકરી કરિયર ભરતી સરકારી નોકરી