નવોદય વિદ્યાલય ભરતી : નોટ ટિચિંગ સ્ટાફ માટે બંપર જગ્યાઓ, સરકારી નોકરી માટે કરો અરજી

Navodaya Vidyalaya Samiti Recruitment, નવોદય વિદ્યાલય ભરતી : કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતી નવોદય વિદ્યાલય સમિતિની ભરતીમાં સરકારી નોકરી મેળવા ઈચ્છતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે.

Written by Ankit Patel
March 27, 2024 11:37 IST
નવોદય વિદ્યાલય ભરતી : નોટ ટિચિંગ સ્ટાફ માટે બંપર જગ્યાઓ, સરકારી નોકરી માટે કરો અરજી
નવોદય વિદ્યાલય સમિતિ ભરતી - photo - NVS website

Navodaya Vidyalaya Samiti Recruitment, નવોદય વિદ્યાલય ભરતી : નવોદય વિદ્યાલયમાં નોકરી કરવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કુલ 1400 નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સ્ટેનોગ્રાફર, કમ્યુટર ઓપરેટર, મેસ હેલ્પર સહિતની વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

નવોદય ઉદ્યાલય સમિતિની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. ઉમેદવારોએ 30 એપ્રિલ 2024 સુધી સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in પર જઈને અરજી ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે.

નવોદય વિદ્યાલય ભરતીની મહત્વની માહિતી

સંસ્થાનવોદય વિદ્યાલય સમિતિ
પોસ્ટનોન ટિચિંગ સ્ટાફ – વિવિધ પોસ્ટ
કુલ જગ્યા1377
અરજી ફી₹ 500 થી ₹ 1500
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
ક્યાં અરજી કરવીnavodaya.gov.in

નવોદય વિદ્યાલય ભરતીની વિવિધ પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટખાલી જગ્યા
સ્ટેનોગ્રાફ23
કોમ્પ્યુટર ઓપરેટર02
જુનિયર સચિવાલય મદદનીશ (HQ/RQ કેડર)381
મેસ હેલ્પર442
લેબ એટેન્ડન્ટ161
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર05
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર04
ઓડિટ આસિસ્ટન્ટ12
લેડી સ્ટાફ નર્સ121
કેટરિંગ સુપરવાઇઝર78
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર128
લીગલ આસિસ્ટન્ટ01
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ19

અરજી ફી

  • એનવીએસ ભરતી અરજી ફી અંગે વાત કરીએ તો સ્ટાફ નર્સના પદ માટે અરજી ફી 1500 રૂપિયા અને એસસી, એસટી અને દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે
  • અન્ય દરેક પદો માટે અરજી ફી 1000 રૂપિયા રાખવામાં આવી છે. એસસી, એસટી અને દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે

શૈક્ષણિક લાયકાત

નવોદય વિદ્યાલય સમિતિએ બહાર પાડેલી ભરતીમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ આર્ટિકલમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ઊંઝા નગરપાલિકા ભરતી : કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી, અહીં વાંચો વિગતે માહિતી

કેવી રીતે અરજી કરવી?

  • NVS નોન-ટીચિંગ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે:
  • NTA exams.nta.ac.in/NVS/ અથવા navodaya.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હોમ પેજ પર “નોંધણી/લોગિન” ટેબ જુઓ.
  • એક નવી વિન્ડો ખુલશે, નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • નોંધણી પ્રક્રિયા દરમિયાન જનરેટ થયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગિન કરો.
  • અરજી ફોર્મ ભરો અને ચુકવણી કરો.
  • નકલ ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

નવોદય વિદ્યાલય ભરતીનું નોટિફિકેશન

નવોદય ઉદ્યાલય સમિતિની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી માટે આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજદારો માટે મહત્વની સૂચના

નોટિફિકેશન પ્રમાણે NTA તરફથી તમામ સંદેશાવ્યવહાર અને માહિતી રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર ઈમેલ દ્વારા અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવશે. જો કોઈ ઉમેદવારને NVS ભરતી પરીક્ષા માટે અરજી કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે, તો તેઓ 011 – 40759000/011 – 69227700 પર અથવા nvsre.nt@nta.ac.in પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ