/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Navsari-Vijalpore-Municipality-Recruitment-2024.jpg)
નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી - photo - Social media
Navsari Vijalpore Municipality Recruitment 2024, નવસારી વિજલપોર નગરપાલિકા ભરતીઃ જો તમને લખતાં વાંચતા આવડતું હોય અને નોકરી શોધી રહ્યા છો તો નવસારીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ 94 સફાઈ કામદારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પદ્ધતિ સહિત મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.
નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી મહત્વની માહિતી
| સંસ્થા | નવસારી વિજલપોર નગરપાલિકા |
| પોસ્ટ | સફાઇ કામદાર |
| જગ્યા | 94 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| ભરતી બહાર પડ્યાની તારીખ | 13 સપ્ટેમ્બર 2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી બહાર પડ્યાના 30 દિવસની અંદર |
| વેબસાઈટ | https://www.navsarivijalporemunicipality.in |
નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે સફાઈ કામદાર માટે રસ ધરાવતા ઉમેદવારે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારને લખતા અને વાંચતા આવડતું હોવું જોઈએ.
અરજી ફી:
ઉપરોક્ત પોસ્ટ માટેની અરજી સાથે, બિન અનામત ઉમેદવારે ₹ 300 નો ડિમાન્ડ ડ્રાફ્ટ મુખ્ય અધિકારી નવસારી વિજલપોર નગરપાલિકા નવસારીના નામે ફી સહિત મોકલવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
અરજી કરવાનું સરનામુ
ચીફ ઓફિસર, નવસારી વિજલપોર નગરપાલિકા, સરદાર પટેલ ભવન, દુધિયા તળાવ, નવસારી. જી. નવસારી- 396445
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ નગરપાલિકાની https://enagar.gujarat.gov.in વેબસાઈટ ઉપર અથવા નવસારી વિજલપોર નગરપાલિકા https://www.navsarivijalporemunicipality.in અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- અરજી ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરતીને દસ્તાવેજી પુરાવા સાથે આરપીએડી અથવા સ્પીડ પોસ્ટ કરવાની રહેશે
- અરજી જાહેરાત બહાર પડ્યાના 30 દિવસની અંદર આપેલા સરનામા પર પહોંચી જાય એવી રીતે કરવી
ભરતી જાહેરાત
નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પદ્ધતિ સહિત મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી : એન્જીનિયર યુવાનો માટે વડોદારમાં સારા પગારની નોકરી, અહીં વાચો બધી માહિતી
મહત્વપૂર્ણ નોંધ: આ ભરતી નવસારી વિજલપોર નગરપાલિકાના મંજૂર થયેલી ભરતી બઢતીનાં નિયમોને આધીન રહેશે. તથા ઉક્ત વિગતે અબાધિત અધિકાર નવસારી વિજલપોર નગરપાલિકાનો રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us