/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/NCERT-Recruitment-2025.jpg)
NCERT ભરતી - photo - Social media
NCERT Recruitment 2025: કેન્દ્ર સરકારની નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
NCERT ભરતી અંતર્ગત પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, એપ્લિકેશન મોડ, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
NCERT ભરતી અંગેની મહત્વની માહિતી
| સંસ્થા | નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ |
| પોસ્ટ | જોઈન્ટ ડાયરેક્ટર |
| જગ્યા | 1 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 30 દિવસની અંદર |
| ક્યાં અરજી કરવી | નીચે આપેલા સરનામે |
| સંસ્થાની વેબસાઈટ | ncert.nic.in |
NCERT ભરતી પોસ્ટની વિગત
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે NCERTએ જોઈન્ટ ડાયરેક્ટરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.
NCERT ભરતી શૈક્ષણિક લાયકાત
- NCERT ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ઉમેદવારે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પ્રોફેસર તરીકે કામ કર્યું હોવું જોઈએ અથવા કેન્દ્ર/રાજ્ય સરકાર, સ્વાયત્ત સંસ્થાઓ અથવા PSUમાં L-14 સ્તરે કામ કર્યું હોવું જોઈએ.
- ખાનગી ક્ષેત્રના ઉમેદવારો માટે સંબંધિત ક્ષેત્રમાં વરિષ્ઠ સ્તરે ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
વય મર્યાદા
NCERT ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 58 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
NCERT ભરતી પસંદ પામેલા ઉમેદવારોને સરકાર માન્ય વેતન પ્રમાણે ₹ 144200 થી ₹218200 પ્રતિ માસ વેતન તરીકે ચૂકવવામાં આવશે.
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી A4 કદના કાગળ પર તૈયાર કરવાની રહેશે.
- આ પછી અરજી ફોર્મ યોગ્ય માધ્યમો દ્વારા અનુ જૈન, સંયુક્ત નિયામક, શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શાસ્ત્રી ભવન, નવી દિલ્હી – 110001ને મોકલવાનું રહેશે.
- આ અરજી ભરતી જાહેરાત થયાના 30 દિવસની અરજી કરવાની રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us